Vadodara

સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી સીએ ઈન્ટરમિડીએટ અને સીએ ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાન્યુઆરી 2026 ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામની તારીખ અને સમય જાહેર કર્યો છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ icai.nic.in પરથી મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા પરીક્ષા વિભાગ દ્વારા જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર આઈસીએઆઈ સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ સ્તરના પરિણામો 8 માર્ચ, 2026 ના રોજ બપોરે જાહેર થવાનું છે. સત્તાવાર સૂચનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓએ પરિણામ અને મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે તેમના નોંધણી નંબર અને રોલ નંબર સાથે લોગિન કરવાની જરૂર પડશે. નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે જ આઇસીએઆઈ દ્વારા સીએ ફાઈનલની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ ટૂંકા ગાળામાંજ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top