હિમાલયન દેશ Nepalમાં નવી સંસદ અને સરકાર માટે યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ હવે મતગણતરી ઝડપી ગતિએ ચાલી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સમાં યુવાનોના મજબૂત સમર્થન સાથે ઊભી થયેલી Rastriya Swatantra Party (RSP) અનેક બેઠકો પર આગળ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
ગુરુવારે સાંજે 5 વાગ્યે દેશભરમાં મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી આયોગે જણાવ્યું કે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને 24 કલાકની અંદર મોટાભાગના પરિણામો જાહેર થવાની શક્યતા છે.

શરૂઆતના ટ્રેન્ડમાં RSPનું પ્રભુત્વ: પ્રારંભિક મતગણતરી મુજબ RSP લગભગ 32 મતવિસ્તારોમાં આગળ છે. પાર્ટીના અધ્યક્ષ Rabi Lamichhane Chitwan-2 બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. તે જ સમયે પાર્ટીના વરિષ્ઠ નેતા Balen Shah Jhapa-5 બેઠકમાં લીડ મેળવી રહ્યા છે.
રાજધાની Kathmanduમાં પણ RSPના ઉમેદવારો અનેક બેઠકોમાં આગળ છે. Kathmandu-1, 2, 3, 4, 5, 7, 8 અને 10 બેઠક પર પાર્ટી મજબૂત સ્થિતિમાં હોવાનું ટ્રેન્ડ દર્શાવે છે.
આ ઉપરાંત Bhaktapur-1 અને Bhaktapur-2 બંને બેઠકોમાં પણ RSP આગળ છે. Morang, Dhanusha, Rautahat, Bara, Lalitpur, Kaski, Rupandehi, Dang, Banke અને Kanchanpur જેવા વિસ્તારોમાં પણ પાર્ટીના ઉમેદવારોને શરૂઆતની લીડ મળી છે.
60% મતદાન, Gen Z મતદારોનો મોટો ફાળો : ચૂંટણી આયોગના પ્રાથમિક અંદાજ મુજબ આ ચૂંટણીમાં લગભગ 60 ટકા મતદાન નોંધાયું છે. ખાસ કરીને Gen Z મતદારોની ભારે ભાગીદારીને કારણે ચૂંટણીમાં નવા પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ મતદારોમાં જાગૃતિ વધારવાના અભિયાન, રાજકીય પક્ષોનો સહકાર અને કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે સમગ્ર દેશમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું.
Gen Z પ્રદર્શન પછીની પહેલી ચૂંટણી
આ ચૂંટણીને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે થોડા મહિના પહેલા Gen Z દ્વારા કરવામાં આવેલા મોટા પ્રદર્શનોએ દેશની રાજકીય પરિસ્થિતિ હચમચાવી દીધી હતી. તે પ્રદર્શનો દરમિયાન 77 લોકોના મોત થયા હતા અને રાજકીય દબાણ વધતા તે સમયના વડાપ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું.
ચૂંટણી પૂર્ણ થયા બાદ અધિકારીઓએ દેશના નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો.
નેપાળ ના પૂર્વ વડાપ્રધાન પ્રચંડ લીડ થી આગળ
આ વચ્ચે પૂર્વ વડાપ્રધાન Pushpa Kamal Dahal પણ Rukum East બેઠક પરથી પ્રારંભિક ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે.,પ્રારંભિક ગણતરી મુજબ તેમને 1,415 મત મળ્યા છે. જ્યારે Communist Party of Nepal (UML)ના ઉમેદવાર Lilamani Gautamને 431 અને Nepali Congressની ઉમેદવાર Kusum Devi Thapaને 417 મત મળ્યા છે.