ઈરાનના રાજ્ય મીડિયાએ હુમલાને ગંભીર ઘટના ગણાવી છે અને કમાનેઈને “શહીદ” તરીકે સંબોધ્યા
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓ પછી મોટી અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઈરાનના રાજ્ય મીડિયા મુજબ દેશના સર્વોચ્ચ નેતા Ali Khameneiના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનાએ મધ્યપૂર્વમાં રાજકીય અને સૈન્ય તણાવને વધુ તેજ બનાવ્યો છે.

ઈરાની સત્તાવાર પ્રસારણમાં જણાવાયું છે કે આ હુમલાઓમાં દેશના મહત્વપૂર્ણ સૈન્ય અધિકારી Mohammad Pakpour પણ માર્યા ગયા છે. તેઓ Islamic Revolutionary Guard Corps (IRGC)ના કમાન્ડર તરીકે કામ કરતા હતા અને ઈરાનની સૈન્ય રણનીતિ તથા પ્રાદેશિક કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હતા. તેમના મોતને ઈરાન માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે.
Ali Khamenei સહિત ટોચના સૈન્ય નેતાઓના મોત, દેશમાં 40 દિવસનો શોક: આ સાથે જ ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રના મુખ્ય ચહેરા ગણાતા Ali Shamkhaniના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ સર્વોચ્ચ નેતાના નજીકના સલાહકાર અને સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ હતા. દેશની રક્ષા અને સુરક્ષા સંબંધિત નિર્ણયો લેવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
ઈરાનના રાજ્ય મીડિયાએ આ હુમલાને ગંભીર ઘટના ગણાવી છે અને કમાનેઈને “શહીદ” તરીકે સંબોધ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ હુમલાઓમાં કમાનેઈના પરિવારના સભ્યો તેમની દીકરી, જમાઈ અને પૌત્ર પણ મોતને ભેટ્યા હોવાનું જણાવાયું છે.
આ ઘટનાના પગલે ઈરાન સરકારે દેશભરમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. દેશના મોટા શહેરોમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે અને સૈન્ય દળોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.વિશ્વ રાજકારણમાં આ વિકાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે આ ઘટનાથી મધ્યપૂર્વમાં તણાવ વધુ વધી શકે છે અને આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ પર તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.