Vadodara

રંગોના પર્વ હોળી-ધુળેટીનો થનગનાટ,એસટી ડેપો પર મુસાફરોનો ધસારો

તબક્કાવાર 325 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે
વડોદરા સહિત નિઝામપુરા અને મકરપુરા એસટી ડેપો પરથી પણ વધુ બસો દોડશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28
રંગોના પર્વ હોળી અને ધૂળેટીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વડોદરામાં અભ્યાસ કે રોજગારી અર્થે રહેતા લોકોએ પોતાના પરિવાર સાથે આ તહેવાર મનાવવા માટે વતનની વાટ પકડી છે. વડોદરા શહેરના એસટી ડેપો પર મુસાફરોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે.

વડોદરા એસટી ડેપો પર ખાસ કરીને દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ જતી બસોમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોમાં પણ પગ મુકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. લોકો વહેલી સવારથી જ પોતાના સામાન સાથે બસની રાહમાં કતારો લગાવીને ઉભા જોવા મળ્યા હતા.

મુસાફરોની આ ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે વિવિધ રૂટ પર વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈપણ મુસાફર અટવાઈ નહીં. હોળીના પર્વ પર ખાસ કરીને ઉત્સાહ હોય છે. મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ખડે પગે તૈનાત જોવા મળ્યા હતા.

આ વખતે મુસાફરોને ખાસ ધ્યાનમાં રાખીને 325 નવીન બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા બસ સ્ટેશન ખાતેથી મુસાફરોને લઈને દાહોદ, ઝાલોદ, ગોધરા, ડાકોર, અમદાવાદ અને થોડી ઘણી જરૂરિયાત ઉપસ્થિત થશે, તે સમયે દ્વારકા માટેનું પણ ખાસ આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત વડોદરાના બસ સ્ટેશન સહિત નિઝામપુરા અને મકરપુરા બસ ડેપો ખાતેથી પણ વધારાની એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. જે તબક્કાવાર મળીને 50, 70 અને 80 ફેરા મુજબ કુલ 325 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.

Most Popular

To Top