જેફરી એપસ્ટાઈન-ગેટના વિવાદે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને સીધી રીતે ભીંસમાં લેવાની એક નવી તક આપી છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોઈ પણ ખંચકાટ વિના વડા પ્રધાન પર સીધા પ્રહારો કરવા માટે આ તકને ઝડપી લીધી હોય તેમ જણાય છે. સંસદમાં પણ આ મુદ્દાનો જોરશોરથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સંસદની બહાર પણ તેની અસર જોવા મળી, જેમાં તાજેતરમાં ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ-2026’ દરમિયાન ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. હવે આગળ શું? કોંગ્રેસ અને રાહુલ ગાંધી અહીંથી એપસ્ટાઈન-ગેટને ભારતીય સંદર્ભમાં દેશવ્યાપી મુદ્દો બનાવવા માટે કઈ દિશામાં જશે, જેથી શક્તિશાળી સત્તાધારી નેતૃત્વને હચમચાવી શકાય?
સૌ પ્રથમ, રાહુલ ગાંધીએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એપસ્ટાઈન જેવો મુદ્દો, જેણે વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપ સર્જ્યો છે, તેના પર રાષ્ટ્રીય આંદોલન ઊભું કરવા માટે સંકલિત અને એકીકૃત કાર્યવાહીની જરૂર પડશે. એમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધી અને તેમના ગણ્યાગાંઠ્યા સાથીઓએ બોલવાની હિંમત બતાવી પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે અન્ય લોકો માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યાં છે. આ મુદ્દાને પ્રબળ જાહેર ચર્ચા અને ચૂંટણી મુદ્દામાં ફેરવવા માટે માત્ર આઈસીસી કે પીસીસી હેડક્વાર્ટર બહાર છૂટાછવાયા વિરોધ પ્રદર્શનોથી કંઈ નહીં વળે.
કોંગ્રેસ હાલમાં બે બાબતોને કારણે મુંઝવણભરી સ્થિતિમાં છે, જે કોઈ પણ આંદોલનની દેશવ્યાપી સફળતા માટે અત્યંત મહત્ત્વની છે. પ્રથમ તો કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું છે, જે તાત્કાલિક સુધારા અને મરામતની માંગ કરી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા તાકીદના મુદ્દા પર રાહુલ ગાંધીનું ધ્યાન ગયું નથી, કારણ કે પાર્ટીમાં તેમની મંજૂરી વિના કંઈ થતું નથી. સંગઠનને પુનર્જીવિત કરવા, પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાંઓને રોકવા અને બિન-પ્રદર્શનકારી નેતાઓને દૂર કરવા માટે કડક નિર્ણયોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
રાહુલ ગાંધી ક્યારેક ભાજપના ‘સ્લીપર સેલ’ વિશે જે રીતે બળાપો કાઢે છે (જેમ કે તેમણે મહિનાઓ પહેલાં ગુજરાતમાં કર્યું હતું), તેનાથી માત્ર થોડી વાર માટે હેડલાઇન્સ મળે છે. તેની પાછળ કોઈ નક્કર કાર્યવાહી કે યોજના દેખાતી નથી. રાહુલ ગાંધીના શબ્દો અને તેમનાં કાર્યો વચ્ચે તાલમેળ હોવો જોઈએ. નહીંતર ગુજરાત જેવી સ્થિતિ સર્જાશે, જ્યાં ભાજપના જાસૂસોને હટાવવાની જાહેર બૂમો પાડવા છતાં એક પણ વ્યક્તિને સ્પર્શ કરવામાં આવ્યો નથી. વાસ્તવમાં આ નિષ્ક્રિયતાએ અન્ય રાજ્યોના નેતાઓને પણ ભાજપના હિતમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
મજબૂત સંગઠન વિના રાષ્ટ્રીય સ્તરે કોઈ આંદોલન કેવી રીતે સફળ થઈ શકે? એવું નથી કે કોંગ્રેસ પાસે કાર્યકરો નથી; દેશના ખૂણેખૂણે તેની પાસે માળખું અને અનુયાયીઓ છે. પરંતુ તમામ સ્તરના નેતાઓની ઉદાસીનતાને કારણે આ બધું નિષ્ક્રિય પડ્યું છે. અસલામતીથી ઘેરાયેલા મોટા ભાગના નેતાઓ પક્ષમાં પોતાના હરીફોને પછાડવામાં અથવા લોકપ્રિય અને સમર્પિત વ્યક્તિઓને પક્ષમાં આવતાં રોકવામાં પોતાનો સમય વેડફી રહ્યા છે. હાઈકમાન્ડની અનિર્ણાયકતાએ આ વ્યવસ્થાને વધુ નબળી પાડી છે. રાહુલ ગાંધીએ સમયાંતરે ભાજપ સરકારને ખુલ્લી પાડવા માટે ‘ભારત જોડો યાત્રા’ જેવી ક્રાંતિકારી પહેલ કરી છે. તેનાથી લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત થયો અને જનતામાં ચર્ચા પણ જાગી. જો કે, આ સંદેશને આગળ વધારવા માટે કોઈ મજબૂત સંગઠનાત્મક માળખું કે ફોલો-અપ પ્લાન ન હોવાથી, તે બધું જ ધીમે-ધીમે ઠંડુ પડી ગયું છે.
બીજું મહત્ત્વનું પાસું I.N.D.I.A ગઠબંધનની વર્તમાન સ્થિતિ છે. ભૂતકાળમાં એવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે વિપક્ષોએ એક થઈને મોદી સરકાર વિરુદ્ધ મોરચો માંડવો જોઈતો હતો, પરંતુ એકતાના અભાવે તે તકો વેડફાઈ ગઈ. એપસ્ટાઈન-ગેટ જેવા મુદ્દે આખા ગઠબંધને એક થવાની જરૂર છે, પરંતુ અફસોસ કે લાંબા સમયથી ગઠબંધનના સાથી પક્ષોની કોઈ બેઠક જ થઈ નથી. દેશવ્યાપી હાજરી ધરાવતી એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી હોવાને નાતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આ મોરચાનું નેતૃત્વ લેવા માટે સક્રિય અભિગમ અપનાવવો જોઈતો હતો, જે થયો નથી.
પરિણામ સ્વરૂપે, કોંગ્રેસની નબળાઈને કારણે એવી છાપ ઊભી થઈ છે કે I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કોઈ પણ લઈ શકે છે. પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જી અને તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન જેવા પ્રાદેશિક નેતાઓ પોતાના મજબૂત સંગઠન સાથે આગળ વધી રહ્યાં છે, ત્યારે ગઠબંધનના સાથીઓ હવે આ નેતાઓમાંથી કોઈ એકને નેતૃત્વ સોંપવાની વાતો કરવા લાગ્યા છે.
આ પરિસ્થિતિના મૂળમાં કોંગ્રેસની આંતરિક સંગઠનાત્મક નબળાઈ અને નેતૃત્વની કડક નિર્ણયો લેવાની અનિચ્છા છે. ઉપરાંત, કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા સાથી પક્ષો (જેમ કે મમતા કે સ્ટાલિન) પર કરાતી ટીકાઓએ ગઠબંધનને વધુ નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા નેતાઓ પણ પોતાના અહમ અને મહત્ત્વાકાંક્ષાને કારણે દરેક બહાને કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવી ગઠબંધનને નબળું પાડવા માટે જવાબદાર છે.
રાહુલ ગાંધીએ લોકોના પાયાના મુદ્દાઓ પર તેમની સાથે જોડાવા માટે પોતાના વ્યક્તિગત પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. ભારત જોડો યાત્રાથી લઈને સમાજનાં વિવિધ જૂથો સાથેની તેમની વાતચીત એ જનતા સાથે જોડાવાનો એક નવતર અભિગમ છે. તેમનું મળતાવડું વ્યક્તિત્વ સામાન્ય માણસ સાથે ભળી જવામાં મદદરૂપ થાય છે. પરંતુ આ તમામ પ્રયત્નોને ટકાવી રાખવા માટે તમામ સ્તરે સમર્પિત નેતાઓ સાથેનું મજબૂત સંગઠન જ વધારાનું બળ પૂરું પાડી શકશે. જેફરી એપસ્ટાઈન-ગેટ એ રાહુલ ગાંધી માટે વિલંબ કર્યા વિના પોતાના પક્ષને વ્યવસ્થિત કરવાની વધુ એક તક છે. સંગઠનાત્મક શક્તિના આધારે જ તેઓ પક્ષની આંતરિક નબળાઈઓ દૂર કરી શકશે અને કોંગ્રેસ તથા તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવતાં સાથી પક્ષોને શાંત કરી શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.