Charchapatra

હોળી-ધૂળેટી પર્વમાં કેસુડાના ફૂલ!

હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડાના ફૂલ (પલાશ)નું વિશેષ મહત્વ છે. તે વસંતઋતુમાં ખીલતા કુદરતી કેસરી-લાલ ફૂલ છે, જેમાંથી પલાળીને ઓર્ગેનિક રંગ બનાવાય છે. આ રંગ ત્વચા માટે અત્યંત ગુણકારી, ચર્મરોગ નાશક અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે, જે કેમિકલમુક્ત હોળીની ઉજવણી માટે ઉત્તમ છે! કેસુડાના ફૂલ વિશે વધુ માહિતી: ઔષધીય ઉપયોગ: કેસુડાના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સોફ્ટ બને છે, ગરમીથી રક્ષણ મળે છે અને ચામડીના રોગો દૂર થાય છે! પરંપરા: આદિકાળથી કેસુડાના પ્રાકૃતિક રંગથી હોળી રમવાની પરંપરા રહી છે, જે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ જીવંત છે!

કુદરતી રંગ: ફૂલોને પાણીમાં પલાળીને અથવા સૂકવીને તેનો પાવડર બનાવીને પ્રાકૃતિક કેસરી રંગ તૈયાર કરવામાં આવે છે! ફ્લેમ ઓફ ફોરેસ્ટ: કેસુડાના વૃક્ષને ‘ફ્લેમ ઓફ ફોરેસ્ટ’  તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વસંતમાં પ્રકૃતિની શોભા વધારે છે! ખેર, કેસુડો માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પણ પ્રકૃતિ અને આયુર્વેદનું સુંદર જોડાણ છે!આમ, કેસુડો ફાગણ મહિનાની વસંત ઋતુમાં ખીલે છે અને સાંસ્કૃતિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે! હોળી ધૂળેટીની શુભેચ્છા! અભ્યાસ! સંત સુરા
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સેમ ડે ક્લીયરીંગ સિસ્ટમ
છેલ્લા કેટલાક સમયથી રીઝર્વ બેન્ક દ્વારા સેમ-ડે-કલીયરીંગની સિસ્ટમ લાગુ કરવાના સંનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા હતા પરંતુ કેટલીક ટેકનીકલી ઊણપને પરિણામે હકારાત્મક પરિણામ પ્રાપ્ત થતું હતું પરંતુ છેવટે તમામ બેન્ક ગ્રાહકોના હિતમાં સેમ ડે કલીયરીંગ સિસ્ટમ નીવડી છે. 11 થી 2 સમય દરમ્યાન બેન્ક આ કલીયરીંગમાં ભરેલા ચેકોની સ્લીપ પર સેમ ડે કલીયરીંગ ડેટ સ્ટેમ્પ લાગે છે. સાંજ સુધી ચેકો કલીયર થઇ જાય છે. જેથી બેન્ક ગ્રાહકો અને વેપારીએ કેશ કે ચેકો દ્વારા બીજે દિવસે સરળતાથી આર્થિક વ્યવહારો કરી શકે છે. આ ગ્રાહકહિત લક્ષ્મીકાર્ય માટે રીઝર્વ બેન્ક અને તમામ સંબંધિત બેન્કોને ધન્યવાદ.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top