Gujarat

કેન્દ્ર સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું- મુકુલ વાસનિક

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલી કોગ્રેસની જન આક્રોશ સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડુતો હેરાન છે, મહિલા સાથે ઉત્પીડન થઈ રહ્યું છે,યુવાનો ગરીબો છે,બેરોજગારી માંજા મુકી ગઈ છે, ભ્રષ્ટચાર ચરમ સીમાએ છે પંરતુ ભુપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર કુંભકર્ણની નિદ્રામાં છે. નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર કરવાને બદલે ભારતને અમેરીકા નિર્ભર બનાવી દિધો છે. અમરીકા ભારત સાથે ટેરિફ ડિલ કરી. આ ટ્રેડ ડિલ પ્રમાણ અમેરિકાએ ભારત પર 18 ટેરિફ લગાડ્યો, જ્યારે ભારતે અમેરીકા પર શુન્ય ટેરિફ લગાવ્યો છે. કોંગ્રેસ ત્યા સુધી સંઘર્ષ કરશે જ્યા સુધી ગુજરાતમાંથી ભાજપની સરકારને સતામાંથી દૂર ન કરી દઈએ.

વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ દ્વારા આદિવાસી શ્રમિકો પર સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માને છે, જંગલ પર જ જીવિકા ચલાવે છે, એ જ લોકોને આજે જંગલમાં પ્રવેશ કરતા રોકવામાં આવે છે. ભાજપ સરકાર કમિશન ખોર સરકાર છે. તડકેશ્વરમાં પાણીની ટાંકી તુટીએ તમે કોન્ટ્રકટરે કમલમમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ડબલ એન્જીનની સરકારે ખેડુતો સાથે સહાય પેકેજના નામે ખુલ્લી મશ્કરી કરી રહી છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે પાક નિષ્ફળ જવાની આફત આવે છે, ત્યારે સરકાર દ્વારા મોટા ઉપાડે કરોડો રૂપિયાના ‘સહાય પેકેજ’ની જાહેરાતો તો કરવામાં આવે છે.

Most Popular

To Top