ગુજરાતની તમામ મહાનગર પાલિકામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ હતી. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં થઇ ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોના નામ પણ જાહેર થઇ ગયા છે. જેમાં રાજકોટના મેયર તરીકે મુખ્યમંત્રીના અંગત ડો. પ્રદીપ ડવ નવા મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતા શાહની નિમણુંક થઈ છે. જ્યારે જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટ-જામનગરના મેયર પણ જાહેર
By
Posted on