થોડા દિવસો પહેલાં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો નહતો. લતામંગેશકર કે અમિતાભ બચ્ચન જેવી વ્યકિતને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય એ સમજી શકાય એવી વાત છે પરંતુ અભિનય અને લોકપ્રિયતામાં ઝીરો એવા સૈફ અલી ખાનને પદ્મશ્રી એવોર્ડ કઇ રીતે આપવામાં આવ્યો હશે?
અને એ કોણે નકકી કર્યું હશે? વળી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને પણ પદ્મશ્રી એવોર્ડ અપાય એ કેવું? એ તો રાજય કારભારમાં નબળા પુરવાર થયા હતા એમના સમયમાં ખજૂરાહોની ઘટના ઘટી હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન બની એમની પાસે ગુજરાતની ગાદી છીનવી હતી. મોદી સરકાર છે એટલે એવું જ?
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.