ભારતમાં એક સરસ શરૂઆત સરકારે કરી છે તે શૌચાલયો. પહેલાં લોકો ખેતરમાં રસ્તાની કોરે કે આજુબાજુ ઝાખરીમાં જઇને શૌચક્રિયા કરી લેતા. પણ હવે ઘરે ઘરે આર્થિક મદદ આપી શૌચાલયો બનાવી પણ આપ્યાં છે. હવે આપણે રસ્તાની ધારે કે વનવગડામાં પણ આ દૃશ્ય જોતાં નથી. ધાર્મિક સ્થળો- લગ્નની વાડીઓ-સંસ્થાનાં મકાનોમાં, મોટા મોટા હોલમાં કે મંદિરોમાં પણ જે શૌચાલયો હોય છે તેની સંપૂર્ણ સફાઈ થતી નથી. બદબૂથી નાક ફાટી જાય અને માથું ચકરાવે ચડે એવી વાસ આવે છે જે હજુ પણ જોવા મળે છે.
લગ્નની વાડીઓ કે મોટા મોટા હોલમાં રસોડા પાસે જ શૌચાલય મૂતરડી જોવા મળે છે. જે તે સંસ્થાએ કે કારોબારે પહેલું આ જોવું જોઈએ. પાણીની બરાબર વ્યવસ્થા જરૂરી છે.વિદેશમાં જોયું કે ત્યાં ખૂબ ચોકસાઈ રાખે છે. જાહેર સ્થળોએ તો ખાસ સ્વચ્છતાનું ધ્યાન રખાય છે. આપણાં લોકો તો સુધરવાનું નામ જ ન લે. પૈસા આપીને જઇએ તે પણ મોટે ભાગે ગંદા જ હોય છે. આ એરપોર્ટ પર સ્વચ્છતાનું ધ્યાન રખાય છે પણ બસ સ્ટોપનાં આ શૌચાલયો તો સાવ ગંદા જ બદબૂ મારતા હોય છે. સૌ એ આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે. ટ્રેન કે સ્ટેશન પર પણ ધ્યાનની જરૂર છે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રેલવે- સીનીયર સીટીઝન
ભારતે પોતાના વિકાસના ભાવિ પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા છે. ખાસ તો રેલવે માટે બહુ મોટું બજેટ છે અને મોદી વરચુલી ઘણાં સ્ટેશનો માટે લીલી ઝંડી બતાવે છે. (આધુનિકીકરણ માટે) ત્યારે ફરી એક વાર એમને વિનંતી કે સીનીયર સીટીઝન અને મહિલાઓને એ.સી. કલાસમાં અપાતી છૂટ ફરી શરૂ કરે. એમાં આશરે બસ્સો કરોડની જ જરૂર પડે. સ્લીપર ક્લાસમાં આપી છે પણ આજના સમયમાં એ કેટલી સુરક્ષિત છે. સ્લીપર કલાસમાં ઘણાં મુસાફરો ઘૂસી જાય છે. રેલવે પાસે એમને અટકાવવા પોલીસ કે ટી.ટી.ની કમી છે. તો કેવી રીતે કંટ્રોલ થાય. એટલે બધા સીનીયર વતી ફરી એક વાર વડા પ્રધાન અને રેલવે મીનીસ્ટરને અપીલ કે એ.સી.માં અપાતી છૂટ ફરી શરૂ કરે.
બરકતપુરા, હૈદ્રાબાદ – જીતેન્દ્ર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.