Vadodara

શિનોર: ટીંબરવા ગામે સાધલી જવાના માર્ગ પર મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત


શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતાં મોટર સાઇકલને કારચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાઇકલ પર સવાર બે ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ત ટીમ્બરવા ગામે રહેતા અજિતસિંહ રાણા, ઉંમર વર્ષ 63z તેમના જ ગામમાં આવેલ બોરોની વાડીમાં કામ કરતા ભોલાભાઈ સોલંકી સાથે તેમની મોટર સાઇકલ લઇને સવારના સવા દસ વાગ્યાના અરસામાં સાધલી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ટીમ્બરવા ગામે સાધલી જવાના માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા જતાં હતાં,તે સમયે સાધલી તરફથી આવેલી ફોર વ્હીલ ગાડીના ચાલકે મોટર સાઇકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર સાઇકલ ચાલકને કપાળના ભાગે તથા ડાબી આંખની પાંપણના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે મોટર સાઇકલ પાછળ સવાર ભોલાભાઈ સોલંકીને માંથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં CHC મોટા ફોફળીયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા…

Most Popular

To Top