Vadodara

વડોદરા: ભાયલી ગેંગરેપ બાદ માંજલપુર વિસ્તારમાં વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ

વડોદરા તારીખ 11
ભાયલી સગીરા ગેંગરેપની સ્યાહી તો હજુ સુકાઈ નથી ને વધુ એક સગીર યુવતી પર લઘુમતી કોમના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. માતાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી 16 વર્ષીય સગીરા પર ત્રણ વિધર્મી નરાધમોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી. અને હાલમાં પણ આરોપીઓ ફર્ધર રિમાન્ડ પર છે. ત્યારે કહી શકાય કે ગેંગરેપ ઘટનાની સ્યાહી તો હજુ સુકાઈ નથી ને અન્ય એક ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર વિઘર્મી યુવકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે યુવક સગીરાને વારંવાર ફોટા પડાવવા માટે હેરાન પરેશાન પણ કરતો હોય સગીરાએ તેની માતાની તમામ હકીકત જણાવી હતી ત્યારે માતાની ફક્ત નીચેથી જમીન સરકી ગઈ હતી. જેથી માતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિઘર્મી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top