Vadodara

કવાંટમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

કવાંટમાં આજરોજ રાત્રે 8:00 કલાકે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા વીજ પુરવઠો ઠપ થતા કવાંટ નગર અંધારપટમાં છવાયો હતો.
આજરોજ રાત્રે 8:00 કલાકે કવાંટમાં એકાએક વાદળોએ ઘેરાવો નાખતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર કવાંટ નગર lનો વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટ છવાયો હતો. કવાંટ નગરજનો અસહ્ય ગરમીથી ત્રસ્ત હતા. જે આજરોજ વરસાદ ખાબકતા ઠંડકની લહેર પ્રસરી હતી. કવાટના રોડ રસ્તા પર ધોધમાર વરસાદ ખાબકતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજરોજ ગરમીથી પરેશાન નાના ભૂલકાઓએ વરસાદ ભીંજાઈને આનંદ અનુભવ્યો હતો.

Most Popular

To Top