Panchmahal

ગોધરા ઈ ધરા શાખાનો કમ્પ્યુટર ઓપરેટર રૂ. 5500ની લાંચ લેતા ઝડપાયો

ગોધરા મામલતદાર કચેરી ની ઇ ધરા શાખામાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ઇ-ધરામાં ફેરફાર ની કાચી નોંધ પાડવા માટે નાણાંની માંગણી કરતા ACB ના હાથે રૂપિયા લેતો રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

ગોધરા મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીએ કાચી નોંધ પાડવા માટે અરજદાર પાસેથી રૂપિયા ૫૫૦૦ ની માંગણી કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેને લઇ એસીબીમાં ફરિયાદના આધારે છટકું ગોઠવી સાગર રાણા નામના કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે.ગોધરા મામલતદાર કચેરીની શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા સાગર રાણા નામના કર્મચારી ને અરજદાર દ્વારા જમીનની કાચી નોંધ પડાવવા માટે મળ્યા હતા ત્યારે સાગર રાણાએ કાચી નોંધ પાડવા માટે રૂપિયા ૫૫૦૦ ની માંગણી કરી હતી. અરજદાર લાંચ ની રકમ આપવા ન માંગતા હોય જેને લઇ એસીબી વિભાગનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી એસીબી દ્વારા છટકુ ગોઠવી આજરોજ ઈ ધરા શાખાના કર્મચારી સાગર રાણાને રૂપિયા ૫૫૦૦ ની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Most Popular

To Top