Vadodara

વડોદરા: ફતેગંજ બ્રિજ નીચે કારમાંથી એમ ડી ડ્રગ્સ ઝડપાયુ

પ્રતિનિધિ વડોદરા તા.28
વડોદરા શહેરમાં ફરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાપડી છે. ફતેગંજ બ્રિજ નીચેથી કારમાંથી એસ ઓ જી એ એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અંદાજે પાંચ કિલોની આસપાસનું એમડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તાજેતરમાં જ મચ્છી પીઠ વિસ્તારમાંથી રીટા આરોપી ની પત્ની સહિત ત્રણ જણા ને એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ફરી એસઓજી ની ટીમે એન ડી પી એસની સફળ રેડ કરી છે. જેમાં એવી વિગત છે કે એસઓજીને આજે રવિવારે સવારે બાદ મેં મળી હતી કે એક કારમાં એમડી ડ્રગ્સ લઈને બે જેટલા શખ્સો ફતેગંજ બ્રિજ પાસેથી પસાર થવાના છે. જેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ફતેગજ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા બે શખ્સો અંદર બેઠેલા હતા. તેમને સાથે રાખી કારમાં તપાસ કરતા એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એસોજીએ બંને પેડલરોને ઝડપી પાડીને ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને ડિલિવરી આપવાની હતી તેની પૂછપરછ શરૂ કરી હતી. અંદાજે 50 લાખનો એમડીનો જથ્થો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top