Entertainment

અનંત-રાધિકાના સંગીતમાં અંબાણી ફેમિલીનો ચાર્મ, જસ્ટીન બીબરે વર્ષો પછી કર્યું પર્ફોમ

મુંબઈ: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્ન 12 જુલાઈના રોજ છે ત્યારે તેમના લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા 3 જુલાઈના રોજ કપલનું મામેરુ અને 4 જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, શુક્રવારે એટલે કે ગઇકાલે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતના ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

અસલમાં મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીમાં પોપ સ્ટાર જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું હતું. આ સિવાય અંબાણી ફેમિલીએ પણ કાર્યક્રમનો રંગ જમાવ્યો હતો. આ કાર્યક્રમમાં આખો અંબાણી પરિવાર ઓમ શાંતિ ઓમ ફિલ્મના દીવાનગી દીવાનગી ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળ્યો હતો.

જસ્ટિનના ગીત ઉપર અંબાણી પરિવારના મહેમાનો જુમ્યા
પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેમનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર ધુમ મચાવી હતી. ત્યારે જસ્ટિને અંબાણી ફેમિલીના ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જસ્ટિને રાધિકા-અનંતના સંગીતમાં આ ગીતો ગાયા
બેબી ઉપરાંત જસ્ટિને ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોરસેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા પોતાના લોકપ્રિય ગીતો ગાઈને પણ ઈવેન્ટને રોમાંચક બનાવ્યો હતો. સેલિબ્રિટી પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતા પણ જોવા મળ્યા હતા, જસ્ટીનના કારણે અંબાણી પરિવારના મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા.

જસ્ટિન બીબર ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત હતા
પાછલા એક વર્ષથી જસ્ટીને કેટલાક ખાનગી ઇવેન્ટ સિવાય જાહેરમાં વધુ પર્ફોર્મ કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રેમસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી, જેના કારણે તેમના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી તેમણે પોતાનો વર્લ્ડ ટુર રદ કર્યો હતો.

Most Popular

To Top