Vadodara

ફતેગંજ સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર-ટેમ્પા વચ્ચે અકસ્માત…

શહેરના ફતેગંજ વિસ્તારમાં સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર-ટેમ્પા વચ્ચે અકસ્માત ત્રણેક લોકોને સામાન્ય ઇજાઓ

(પ્રતિનિધિ) વડોદરા તા. 04

વડોદરા શહેરના ફતેગજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈનિક છાત્રાલય સર્કલ પાસે ગુરુવારે ઇનોવા અને થ્રી વ્હીલ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

શહેરમાં રોજબરોજના અકસ્માતના બનાવો વધવા પામ્યા છે. શહેરમાં દરેક ચારરસ્તા પર સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલ, સ્પિડબ્રેકરો તથા ટ્રાફિક પોલીસ હોવા છતાં અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના ફતેગંજ થી છાણી તરફ જવાના મુખ્ય રોડપર નીઝામપુરા સૈનિક છાત્રાલય આવેલું છે આ સૈનિક છાત્રાલય સર્કલ પાસે ગુરુવારે સવારના સુમારે એક ઈનોવા કાર અને થ્રી વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પો માં સવાર વ્યક્તિ ને ઇજાઓ પહોંચી હતી બનાવને પગલે લોકટોળા ભેગા થઇ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.ઇજાગ્રસ્તને સારવાર માટે 108 મારફતે સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આકસ્માતની જાણ થતા ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે અને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચતી હતી અકસ્માત સર્જાયો તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર થ્રિવ્હીલ ટેમ્પોમાં મકાઈના દોડાં ભરેલા હતા.ટેમ્પો જતો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે ઈનોવા ગાડીએ ટેમ્પો સાથે અકસ્માત સર્જયો હતો. ટેમ્પામાં સવાર લોકો તથા કાર ચાલકને ઈજા થઈ હતી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ફતેગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top