ડભોઇ: ડભોઈ વાઘોડીયા રિંગ રોડ પર મહેશ નગર સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ જેસંગભાઈ પરમાર તિલકવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા ઘરમાં ફર્નિચર બનાવવા તેમજ પુત્રીના આગળના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી અમારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતકુમાર ઉમેશભાઈ સમાજપતિ (રહે. ક્રિષ્ના વાટિકા દરબાર ચોકડી માંજલપુર)ને મેં જાણ કરી હતી. તેમના માસીના દીકરા અલ્પેશ શાંતિલાલ સોલંકી (રહે. અવસર બ્લોક આજવા રોડ) તે તેના મિત્ર હિતેશ કનુભાઈ સોલંકી (રહે. હાથીખાનાહરિજનવાસ મૂળ રહેવાસી વડી વાડી)
અલકાપુરી બેંકમાંથી લોન મંજૂર કરાવાની કામગીરી કરતા હોય તેમની સાથે સંપર્ક કરાવ્યો હતો. તેમણે મને ૪૦ લાખની એચડીએફસી બેન્કમાંથી લોન કરાવી આપવાનું કહ્યું હતું. તેમણે મારી પાસેથી ખર્ચ પેટે ૩.૭૯ લાખ રૂપિયા લીધા હતા તે રૂપિયા પરત આપ્યા ના હતા અને લોન પણ કરાવી આપી ના હતી. મેં તેઓની પાસે રૂપિયાની માંગણી કરતા મને ધમકી આપી હતી કે તારા રૂપિયા અમે આપીશું નહીં તારાથી થાય તે કરી
લે ફરીથી આવીશ તો માર મારીશું.
તિલકવાડાના આચાર્યે 40 લાખની લોન લેવામાં ચક્કરમાં રૂ. 3.79 લાખ ગુમાવ્યા
By
Posted on