સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના 26 માં જ નવવધૂ પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પીડિત પિતાએ કહ્યું હતું કે મંગળવારના રોજ બપોરે 12 વાગે પરિવારે દિકરીને ફોન કર્યો તો કહ્યું થોડીવારમાં કરું છું અને ત્યારબાદ સાંજે 4 અને 7 વાગે ફોન કર્યો તો રિસીવ નહિ કર્યો હતો. મોડી રાત્રે જમાઈ ઘરે આવ્યા બાદ બાકોરામાંથી જોતા દિકરી લટકતી હાલતમાં જોઈ હૃદય બેસી ગયું હતું. દિકરી યશોદાના આપઘાત પાછળ કોઈ કારણ સમજાતું નથી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
આપઘાત કરનાર પરિણીતાના પિતા તુલસીભાઈ સહાનીએ જણાવ્યું હતું કે તેઓ પાલનપુર જકાતનાકા શિવગંગા નગરમાં રહે છે. કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2 પુત્ર અને 2 પુત્રીઓ માં યશોદા નાની દિકરી છે. 8 ડિસેમબરે જ લગ્ન કર્યા હતા. જમાઈ રત્નકલાકાર છે. લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા. નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે જમાઈ રાજેશ સહાની નાઈટ પાળીમાં કામ પર જતાં હતાં એટલે દિકરીને પિયર છોડી જતા હતા. નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યાના થોડા દિવસમાં જ આ દુઃખદ ઘટના બની છે. મંગળવારની સવારે પત્નીએ દીકરીને ફોન કર્યો હતો ત્યારે દીકરી યશોદાએ થોડીવાર માં ફોન કરી કહી ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ સાંજે 4 વાગે અને 7 વાગે દીકરીએ ફોન રિસીવ કર્યો હતો. રાત્રે 10 વાગે જમાઈ ઘરે આવતા દરવાજા બંધ હતા. ખખડાવ્યા બાદ પણ પત્નીએ દરવાજો ન ખોલતા જમાઈએ ફોન કરી જાણ કરી હતી. ભાઈઓ દોડીને ગયા હતા અને એક બાકોરામાંથી રૂમમાં નજર નાંખતા બહેન લટકતી હોય એવી લાગતા દરવાજા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં યશોદા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બસ હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.