Gujarat

ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ તારીખે લેશે ચોમાસુ વિદાય

ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની (Heavy Rain) આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા વર્ષે એવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું
બીજી તરફ, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.

કયા જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતમાં 17 તાલુકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. રાજ્યના એકપણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.

સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
હાલ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યારસુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. 10 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઈ શકે છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.

Most Popular

To Top