સુરત(Surat) : સેલવાસમાં (Silvasa) રહેતા પુત્ર (Son) સાથે મોબાઇલ પર વાત કર્યા બાદ થોડા જ કલાકમાં હત્યા (Murder) કરાયેલો પિતાનો મૃતદેહ (DeadBody) મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે. મૃતક કલુવા નિશાદની હત્યા પાછળનું હાલ કોઈ કારણ મળી આવ્યું નથી. માથામાં બોથર્ડ પદાર્થ વડે માર વાગ્યાના અને મોંઢા તેમજ દાઢી પરથી ઇજાના નિશાન મળી આવ્યા હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. કલુવાની હત્યા પાછળ આંતરિક ઝઘડો પણ કારણભૂત હોવાનું અનુમાન છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના નાના ભાઈ ધર્મરાજે જણાવ્યું હતું કે કલુવા નિશાદ પાંડેસરા કમલા ચોક પાસે રહેતો હતો. મિલમાં પેઇન્ટિંગ ઓપરેટર તરીકે કામ કરતો હતો. દારૂ પીવાની તેને આદત હતી. મસ્તીમાં જીવતો હતો. એક પુત્ર અને 3 પુત્રીઓનો પિતા હતો. વતન યુપીમાં રહેતા પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. છેલ્લા 8 મહિનાથી સેલવાસમાં રોજગારી લેતા પુત્ર સાથે છેલ્લી વાત કર્યા બાદ તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલુવાનો મૃતદેહ રાત્રિના 1 વાગ્યાની આજુબાજુ ભેસ્તાન નજીકના એક નાના ગાર્ડન પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. માથા, મોંઢા અને દાઢીના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. ફટકા મારી કલુવાની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. રાત્રે કલુવાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકી તપાસ શરૂ કરાઇ છે.