Entertainment

આ ફેમસ યુટ્યુબરે લગ્નના 6 વર્ષ પછી પતિથી લીધા છૂટાછેડા, લખી ઈમોશનલ નોટ

મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર અને પ્રખ્યાત યુટ્યુબર (Youtuber) કુશા કપિલાએ તેનાં ચાહકો સામે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કુશા કપિલાના લગ્નજીવનનો અંત આવી ગયો છે. કુશા અને ઝોરાવરના લગ્ન વર્ષ 2017માં થયા હતા આ દંપતીને કોઈ સંતાન નથી ત્યારે લગ્નના 6 વર્ષ બાદ કુશા પતિ જોરાવર સિંહ આહલુવાલિયાથી અલગ (Divorce) થઈ ગઈ છે. જોરાવર પર કપિલાના આ નિર્ણય સાથે સહમત થયો છે. કુશાએ સોશિયલ મીડિયા પર આ અંગેનો ખુલાસો કર્યો છે. કુશા કપિલાએ ઈન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ પર એક ઈમોશનલ નોટ પોસ્ટ પણ શેર કરી છે.

કુશા કપિલાએ એક ઈમોશનલ નોટ શેર કરી છે
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી શેર કરતા કુશા કપિલાએ લખ્યું – ‘ઝોરાવર અને હું પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છીએ. અમારા માટે આ નિર્ણય લેવો સરળ ન હતો, પરંતુ અમે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. અમે સાથે સારો સમય પસાર કર્યો છે અને હંમેશા એકબીજાની મદદ માટે ઉભા રહ્યાં છે. કુશા કપિલાએ જણાવ્યું કે લગ્નના 6 વર્ષ બાદ તે પોતાના પતિથી અલગ થઈ ગઈ છે.

કુશાએ આગળ લખ્યું છે કે હું સંમત છું કે સંબંધ તૂટવાથી દુઃખ થાય છે. હવે જીવનનો આ નિર્ણય અમારા પરિવારને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. પરંતુ ભગવાનનો આભાર કે, અમારી પાસે આ સમયે આ પરિસ્થિતિને પ્રોસેસ કરવાનો સમય છે.

કુશા કપિલાએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.
કુશા માત્ર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર નથી પરંતુ તેણે ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા કુશા કપિલ શર્માના શોમાં જોવા મળી હતી. જ્યાં તેણે પોતાના જીવનના સંઘર્ષ અને પતિ સાથે જોડાયેલી ઘણી બધી વાતો શેર કરી હતી. પ્રસિદ્ધ યુટ્યુબર કુશા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને યુટ્યુબ ચેનલથી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

‘કેસ તો બંતા હૈ’ અને ‘કોમિક્સસ્તાન’ જેવા કોમેડી શોથી કુશાને પ્રસિદ્ધિ મળી હતી. આ ઉપરાંત કુશાએ અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘સેલ્ફી’માં કામ કર્યું હતું અને તે રિતેશ દેશમુખની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’માં પણ જોવા મળી હતી.

Most Popular

To Top