સુરત: (Surat) લસકાણા ખાતે રહેતો યુવક ગઈકાલે રાત્રે ચાલતો જીમમાંથી ઘરે જતો હતો. ત્યારે પાછળથી આવેલા ત્રણ જણાએ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે (Police) હત્યાના (Murder) પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- લસકાણામાં ભાઈ સાથે ઘરે જઈ રહેલાં યુવક ઉપર જીવલેણ હુમલો
- જીમમાં કસરત કરી પરત ફરતી વેળા ત્રણ જણાં લાકડાના દંડા લઈ તૂટી પડ્યાં: પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો
લસકાણા ખાતે ડાયમંડ નગર વિભાગ-1 માં રહેતા 19 વર્ષીય રાજા બાબુરામ નીશાદે તેના મોટા ભાઈ મહેંદ્ર (ઉ.વ.૨૮) ઉપર જીવલેણ હુમલો થતા હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. રાજા તેના ભાઈ તથા તેના હમવતની મનોજ રામ ભરોસે નીશાદ, મુન્ના રામ ભરોસે નીશાદ, અને ભાણેજ સાહીલ નીશાદ સાથે રહે છે અને ત્યાં જ લુમ્સ ખાતામાં કામ કરે છે. ગઈકાલે સાંજે તેનો ભાઈ મહેન્દ્ર કામ ઉપરથી રૂમ ઉપર આવ્યો હતો. બાદમાં બન્ને ભાઈઓ મારૂતીનગર ખાતે કસરત કરવા જીમમાં ગયા હતા. રાત્રે બંને જીમમાંથી પરત ઘરે આવતા હતા ત્યારે લસકાણા મારુતીનગર ઈન્ડસ્ટ્રીઝ માધવ ગેરેજની સામે સર્વિસ રોડ ઉપર દેવા નિશાદ તથા બીજા બે અજાણ્યાઓએ પાછળથી આવી તેમની ઉપર હુમલો કર્યો હતો. તેઓના ત્રણેયના હાથમાં લાકડાના ડંડા હતા અને તેના વડે તેમણે મહેંદ્રને માથાના ભાગે તથા શરીરે માર માર્યો હતો. મહેંદ્ર નીચે પડી જતા રાજાને પણ એક ડંડો જમણા હાથ ઉપર માર્યો હતો. રાજા નિશાદે બુમાબુમ કરતા ત્રણેય ત્યાંથી ભાગી છૂટ્યા હતા. મહેન્દ્રને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.