RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર (Government) દ્વારા બેંકોને આપવામાં આવેતા ઇંસેન્ટિવ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નહીં લાગે. નાણા મંત્રાલયે આ માહિતી આપી છે. GSTના મુખ્ય કમિશનરોને મોકલવામાં આવેલા પરિપત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોત્સાહનનો (Incentive) સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જોડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ GST એક્ટ, 2017 ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી.
- RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બેંકો માટે રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી
- પ્રોત્સાહનનો સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જોડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ GST એક્ટ, 2017 ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી
2000 રૂ.થી ઓછાના વ્યવહારો પર પ્રોત્સાહન મળશે
ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટે ચાલુ નાણાકીય વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બેંકો માટે રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. રુપે ડેબિટ કાર્ડ અને નીચા મૂલ્યના BHIM-UPI વ્યવહારોના પ્રમોશન માટેની પ્રોત્સાહક યોજના હેઠળ સરકાર રુપે ડેબિટ કાર્ડ વ્યવહારોના મૂલ્યની ટકાવારી અને રૂ.2,000 સુધીના ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોના મૂલ્યની ટકાવારી તરીકે બેંકોને પ્રોત્સાહન રાશિ ચુકવે છે.
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 બેંકો અને સિસ્ટમ પ્રદાતાઓને RuPay ડેબિટ કાર્ડ્સ અથવા BHIM દ્વારા કોઈને ચૂકવણી કરવા અથવા ચુકવણી સ્વીકારવા માટે શુલ્ક લેવાથી રોકે છે. GSTના મુખ્ય કમિશનરોને મોકલવામાં આવેલા પરિપત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રોત્સાહનનો સીધો સંબંધ સેવાના મૂલ્ય સાથે જોડાયેલ સબસિડી સાથે છે. તે સેન્ટ્રલ GST એક્ટ, 2017 ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્ઝેક્શનના કરપાત્ર મૂલ્યનો ભાગ નથી. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાઉન્સિલ દ્વારા ભલામણ મુજબ તે સ્પષ્ટ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવતા પ્રોત્સાહનો પર GST લાગુ થશે નહીં. આવો વ્યવહાર સબસિડીના રૂપમાં છે અને તેના પર ટેક્સ લાગશે નહીં. UPI એ ડિસેમ્બરમાં જ રૂ. 12.82 લાખ કરોડના 782.9 કરોડ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. આ અંગે બેંકો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.