National

બિહારમાં ઈંટની ભઠ્ઠીમાં બ્લાસ્ટ: 7ના મોત, અનેક લોકો કાટમાળમાં દટાયા

બિહાર: બિહાર (Bihar)નાં મોતિહારી (Motihari) જીલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠાની ચીમનીમાં (Brick kiln chimney) બ્લાસ્ટ (Blast) થયો છે. જેના કારણે 7 લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ 2 ડઝનથી વધુ લોકો કાટમાળમાં દટાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 16 લોકોની ગંભીર હાલત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના બાદ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોની હાલત પણ ખૂબ જ ગંભીર છે. આસપાસના લોકોનું કહેવું છે કે બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા લોકોમાં 4 સ્થાનિક લોકો અને 3 ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.

50 થી 60 લોકો કામ કરતા હતા
એક ઘાયલ વ્યક્તિએ જણાવ્યું કે ઈંટની ચીમનીની ભઠ્ઠીમાં 50 થી 60 લોકો કામ કરતા હતા. અચાનક થયેલા વિસ્ફોટમાં ત્યાં હાજર અનેક લોકોના દટાઈ જવાની આશંકા છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ઘણાની હાલત અત્યંત ખરાબ છે. તે જ સમયે, માહિતી મળતાની સાથે જ, પોલીસની ટીમ ઘટનાસ્થળે ધામા નાખે છે. ઘાયલોને બહાર કાઢવામાં લાગેલા છે.

ભોજન સમારંભનું પણ આયોજન કરાયું હતું
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વર્ષે ઈંટની ભઠ્ઠીમાં પ્રથમ ચીમની ફૂંકાઈ હતી, જે આજથી શરૂ થઈ હતી. આ માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અચાનક જ જોરદાર અવાજ સાથે ચીમનીમાં ધડાકો થયો અને ચીમની તૂટી ગઈ. જેના કારણે અનેક લોકો દટાઈ ગયા હતા. લોકોને સારવાર માટે રામગઢવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અત્યંત ગંભીર સ્થિતિ ધરાવતા લોકોને રક્સૌલની એસઆરપી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

પી.એમ મોદીએ સહાયની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું. જેમાં વડાપ્રધાને લખ્યું, “મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં થયેલા અકસ્માતમાં જાનહાનિથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના. મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF 2 લાખ. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Most Popular

To Top