SURAT

સુરતની આ યુવા સિંગર હવે બોલીવુડ અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કંઠનો જાદુ ચલાવશે

સુરત : ઓદ્યોગિક નગરી સુરત શહેરમાં ટેલેન્ટની કોઈ કમી નથી. બોલીવુડને (Bollywood) ઘણું ટેલેન્ટ સુરત તરફથી મળ્યું છે. અને હવે સુરતની સિંગર (Singer) કંઠે ગવાયેલુ સિંગલ સોલો સોંગ (Single Solo Song) બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં આવી રહ્યું છે. જેની જાણકારી હાલ સોશિઅલ મીડિયાના પેજ ઉપર શેર કરવામાં આવી છે. તેના આ પેજ ઉપર મુકવામાં આ વેલી વિગતો અનુસાર આ મૂવીમાં કુલ 14 જેટલા ગીતો છે. અને આ ફિલ્મ આગામી દીવશોમાં કુલ 200 જેટલી સ્ક્રીન ઉપર રિલીઝ થવા જશે. ફિલ્મ હિન્દી ભાષા ઉપરાંત સમગ્ર કન્નડમાં રોલીઝ થશે. સુરતની આ સિંગરનું નામ આરુષી શાહ (Arushi Shah) છે. જેણે તેના મધુર કંઠેથી ગાયેલું સોંગ વાયરલ થયા બાદ સોશિઅલ મીડિયા ઉપર તેણીને ખુબ પ્રસંસા પણ મળી રહી છે. તેને ફોલો કરનારે પણ તેને અભિનંદન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ એવી પણ કોમેન કરી રહ્યા છે કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીને હવે નવીં પ્લેબેક સિંગર સુરતથી મળવા જઈ રહી છે. ઝી મ્યુઝીક તેને લોન્ચ કરી રહ્યું છે.

આરુષી શાહ બોલીવુડના ફલક ઉપર તેનો સિંગિંગ જાદુ ચલાવશે
સુરતની આ સિંગર આરુષી શાહે હાલતો સોશિઅલ મીડિયા ઉપર તેનું ગીત શેર કર્યું હતું. અને તેની માહિતી શેર કરી હતી. અને ગીત બોલીવુડ અને ત્યાર બાદ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે તેવી વિગતો પણ શેર કરી હતી. આરુષી દ્વારા ગાવામાં આવેલું આ શોંગ સોલો છે. જેમાં મ્યુઝીક સાથે તેના વોકલ છે. આરુષીના આવાજમાં ખરેખર જાદુ છે. ગીતના બોલ અને તેનો સ્વર સાંભાળતાની સાથે જ તેનો અંદાજ ખરેખર આવી જશે કે તેનો કંઠ કેટલો મધુર છે. જોકે સંગીત તેને ગોર્ડ ગીફ્ટ હોવાનું પણ કહી શકાય.

સુરતે બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીને અનેક સિતારાઓ આપ્યા છે.
સુરતની વાત આવે એટલે કપડા અને હીરાનું નામ હરેકના મુખે આપોઆપ આવી જાય છે. પણ બીજી વાસ્તવિકતા એ પણ છે કે,સુરત પાસે ટેલેન્ટની પણ કોઈ કમી નથી. બોલીવુડમાં સુરત શહેરના સિતારાઓ પૈકી પ્રાચી દેસાઈ,શેફાલી ઝરીવાલા,નમિતા વાકાવાલા અને ફ્રેડી દારૂવાલા જેવા નામી સિતારાઓ આપ્યા છે. જેમને તેમના આભીનય ક્ષમતાથી બોલીવુડ જ નહિ પણ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાના સિક્કા ચલાવ્યા છે.સોશિઅલ મીડિયા ઉપર આરુષી શાહના ફોલોઅર્સ એવી પણ કોમેન કરે છે કે હવે સિંગરના રૂપમાં નવું ટેલેન્ટ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને મળવા જઈ રહી છે.

Most Popular

To Top