SURAT

સુરતની ઘટના: વોટ્સએપ વિડીયો કોલમાં નગ્ન કરાવી યુવક પાસે મહિલાએ રુપિયા પડાવ્યા

સુરત : પરવટ ગામમાં રહેતા યુવકને ફેસબુક (Facebook) પર અજાણી મહિલાએ રિકવેસ્ટ (Request) મોકલી બાદમાં વોટ્સએપ (Whatsapp) વિડીયો કોલ (Video Call) કરી નગ્ન થવાનું કહી વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે 50 હજાર પડાવ્યા હતા. યુવકે આ અંગે ગોડાદરા પોલીસમાં (Police) ફરિયાદ નોધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

પરવતગામમાં રહેતા 27 વર્ષીય યુવકે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવક પોતે ઇલેક્ટ્રિશિયન છે અને પોતે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. યુવકે તેના મોબાઈલમાં ‘Mingle2′ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. જેમાં ગત 19 ડિસેમ્બરે તેને અડવીકા અગ્રવાલ નામની પ્રોફાઈલ લાઈક કરી હતી. જેથી સામેથી એક વોટ્સએપ નંબર આપ્યો હતો. યુવકે આ નંબર પર હાય નો મેસેજ કર્યો હતો. વોટ્સએપના પ્રોફાઈલમાં આ નંબર તનિષ્કા અગ્રવાલના નામે હતો. બાદમાં બંને વચ્ચે વાત શરૂ થઈ હતી.

ત્યારબાદ તેણે વોટસઅપ એપ્લિકેશનમાં એક ફેસબુકની લિંક મોકલી હતી. અને યુવકને તેની ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવા કહ્યું હતું. તેણે મોકલેલી લિંક ઓપન કરતા અદવીકા અગ્રવાલનું ફેસબુક આઇડી ઓપન થયું હતું. ત્યારબાદ આ છોકરીએ વોટસઅપ એપ્લિકેશન ઉપર વિડીયો કોલ ઉપર વાત કરવાનું કહ્યું હતું. યુવકને વોટ્સએપ કોલ કરીને વાત કરતા કરતા ગુપ્ત અંગો બતાવી બિભત્સ હરકતો કરવા લાગી હતી. બાદમાં તેણીએ યુવકને નગ્ન થઈને ઉભા રહેવાનું કહી બાદમાં કોલ કટ કરી દીધો હતો. અને તરત યુવકને વોટસઅપ પર તેનો નગ્ન હાલતવાળો વિડીયો મોકલ્યો હતો.

આ વિડીયો યુવકના કાકાને ફેસબુક મેસેન્જર પર મોકલી તેનો સ્ક્રિન શોટ મોકલ્યો હતો. બાદમાં જો 5 હજાર નહીં આપે તો તેના મિત્રોને, યુ-ટયુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સોશિયલ મીડીયામાં આ વિડીયો મોકલવાની ધમકી આપી હતી. ગભરાઈને યુવકે 5 હજાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યાએ ફોન કરીને તુને લડકી કો તો પૈસે ભેજ દીયે અભી વો વિડીયો સબકુછ મેરી નિગરાનીમે હૈં તો તું મેરે કો 10 હજાર ટ્રાન્સફર કર તેમ કહેતા યુવકે તેને પણ 10 હજાર મોકલ્યા હતા. ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે 50 હજાર પડાવ્યા હતા.

ત્યારપછી અજાણ્યાએ 35 હજાર મોકલશે તો ફાઈનલી વિડીયો ડીલીટ કરવા કહ્યું હતું. જોકે યુવક પાસે પૈસા નહીં હોવાથી તેને અંતે પોલીસને જાણ કરી હતી. અને આ નંબર બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ ગત 21 ડિસેમ્બરે અજાણ્યા નંબર પરથી દિલ્હી સાયબર સેલ મેં સે બોલ રહા હું આપ કે ખિલાફ એક કંમ્પ્લેઇન આયી હૈ તેમ કહ્યું હતું. યુવકે પોતે સાયબર સેલમાં ફરિયાદ કરી દીધી હોવાનું કહેતા અજાણ્યાએ ગાળો આપીને ફોન કટ કરી દીધો હતો.

Most Popular

To Top