સુરત: ભરૂચ(Bhruch)માં સોશિયલ મીડિયા(Social Media) ઉપર પોસ્ટ(Post) મૂકવા જેવી નજીવી બાબતે દંપતી વચ્ચેની તકરારમાં મહિલાએ આપઘાત(Suicide) કરી લીધો હતો. પતિ(Husband)એ પત્ની(Wife)ને સોશિયલ મીડિયા ઉપર ફોટા(Photo)-વિડીયો(Video) અપલોડ(Upload) કરવા બાબતે ઠપકો આપતાં નારાજ પત્નીએ રસોડામાં જઈ ફાંસો ખાધો હતો.
- પત્નીએ પગ દબાવતો વિડીયો ઉતારતાં પતિએ મોબાઇલ છીનવી લેતાં પત્નીનો આપઘાત
- ભરૂચમાં સોશિયલ મીડિયામાં અવનવી પ્રસિદ્ધિના ક્રેઝ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો
ભરૂચ નગરમાં રહેતી ૨૦ વર્ષીય માધુરીસીંગ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોવાથી પતિ ભગવાનસીંગને પસંદ ન હતું. પતિ ભગવાનસીંગના પગ દુ:ખતા તેની પત્ની માધુરી પગ દબાવી રહી હતી. પતિ પરમેશ્વર હોય એમ માધુરીસીંગ સોશિયલ મીડિયા એપ ખોલી પતિ સેવાનો શોર્ટ વિડીયો બનાવી અપલોડ કરવા લાગી હતી. ભગવાનસિંગે પત્નીને આમ કરતી અટકાવી હતી. પત્નીએ વિડીયો મૂકવા માટે જીદ કરતાં પતિએ તેને ગુસ્સામાં પત્નીનો હાથ પકડી તેની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ ઘટનાથી પત્ની માધુરીસીંગ રિસાઈને રસોડામાં જતી રહી હતી. ઘણો સમય વીતી જવા છતાં પત્ની રસોડામાંથી બહાર નહીં આવતાં પતિએ તપાસ કરતાં દુપટ્ટાથી ટૂંપો ખાધેલી હાલતમાં પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસ માટે FSLની મદદ લેવાઈ
આ બનાવની જાણ પોલીસને કરાતાં A ડિવિઝન પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હાલ તો ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે FSLની પણ મદદ લેવાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી કરાશે.
મૃતદેહનું પેનલ પોસ્ટમોટર્મ કરાયું: રહસ્ય હજુ અકબંધ
ઘટનાનું કારણ સીધું ગળે ઊતરી એવું નથી. ૨૦ વર્ષીય યુવતીએ દુપટ્ટા વડે ફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં હત્યાની આશંકા પણ ઊભી થતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ પેનલ પીએમ કર્યું છે. જો કે, રહસ્ય હજુ અકબંધ છે.