સુરત: (Surat) શહેરના અમરોલી ખાતે રહેતી મહિલાના (Women) બીજા પતિની તેની સાવકી દિકરીની (Stepdaughter) બહેનપણી (Friend) સાથે આંખ મળી હતી. મહિલાને પતિના (Husband) આ સંબંધની જાણ થતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. બાદમાં દિકરીની બહેનપણીએ વોઈસ મેસેજ (Voice Message) કરીને હત્યા (Murder) કરવાની ધમકી (Threaten) આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
- ફોન ઉંચક મારી સાથે વાત કર નહીં તો તારૂ મર્ડર કરી નાખીશ, નવી પ્રેમીકાએ ધમકી આપી
- પુત્રીની બહેનપણીમાંથી પતિની પ્રેમિકા બનેલી યુવતીએ ધમકી આપતા ગુનો
અમરોલીની સ્મિત રેસિડેન્સીમાં રહેતાં 38 વર્ષીય ચારુલતાબેને (નામ બદલ્યું છે) ઋતુ રાજેશ શાહુ (રહે. હર સિદ્ધિ સોસાયટી, અમરોલી) ની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પ્રથમ પતિ જયંતિભાઈનું વર્ષ 2013માં અવસાન થયું હતું. તેમના પતિ થકી તેમને ત્રણ સંતાન છે. દરમિયાન વર્ષ 2020 માં તેમણે રાજુભાઈ ગુજરિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. ચારુલતાબેનની દિકરીતની બહેનપણી ઋતુ તેમના ઘરે આવજાવ કરતી હતી. દરમિયાન ઋતુની આંખ રાજુભાઈ સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
1 મે 2022 ના રોજ રાજુ ફોન ઉપર ઋતુ સાથે વાત કરતા ચારુલતા સાંભળી ગઈ હતી. જેથી તેમણે પતિને ઋતુ સાથે વાત કરવા અંગે પૂછપરછ કરતાં પતિએ તેમને ગાળાગાળી કરી માર માર્યો હતો. અને હું ઋતુને લઈને ભાગી જાઉ છું તારી સાથે રહેવાનો નહી તેમ કહી રાજુ ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે ચારુલતાએ ફોન કરીને ઘરે આવી જવા કહ્યું તો રાજુએ તારી સાથે રહેવા માંગતો નથી મને છૂટાછેડા આપી દે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
ગત 5 મે ના રોજ બપોરે ઋતુએ તેના મોબાઈલ નંબરથી વોટ્સએપ વોઈસ મેસેજ કરીને ફોન ઉપાડ રાજુ મારી સાથે છે, હું રાજુ સાથે લગ્ન કરવાની છું, તારાથી થાય તે કરી લેજે. તને રાજુ જોઈએ છે મારી પાસે આવ તને રાજુ આપુ ફોન ઉંચક મારી સાથે વાત કર નહીં તો તારૂ મર્ડર કરી નાખીશ તેવી વોઈસ મેસેજથી ધમકી આપી હતી. અમરોલી પોલીસે બનાવ આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.