આણંદ : આણંદમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને રહેતા યુવક – યુવતી કંકાસ થયો હતો. મજુરી કરીને યુવક મોડો ઘરે આવતા બીજે લફરુ ચાલતું હશે તેવા શંકમાં ઝગડો થયો હતો. આથી યુવતીએ ઘર પાસેના કુવામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પતિ દ્વારા પરણિતાને બચાવી લેવામાં આવી હતી અને પીયર જતા રહેવા જણાવ્યું હતું. પીયરીયા વિરુધ્ધ જઈને મૈત્રી કરાર કરેલા હોવાથી ત્યાં પરણીતાને આશરો મળે તેમ નહતો. આથી તેણે અભયમને બોલાવ્યા હતા. અભયમની ટીમ દ્વારા કાઉન્સીલીગ કરીને આશ્રયમાં મુકવામાં આવી હતી.
બોરસદની યુવતીના પહેલા લગ્નમાંથી છુટાછુડા લીધા બાદ આણંદના યુવક સાથે ત્રણ વર્ષથી મૈત્રી કરાર કરીને પતિ પત્નીની જેમ રહેતા હતા. તેમની સાથે યુવકના પહેલા લગ્નથી થયેલી બે દિકરીઓ પણ સાથે રહેતી હતી. દરમિયાન મજુરી કરવા જતા પતિને રાત્રે ઘરે આવતા મોડું થતા અને નાની દિકરી દ્વારા પિતાના મોબાઈલમાં અજાણ્યા નબરથી થયેલા કોલ-મેસેજ જોઈને પરણીતાને શંક ગયો હતો. જેના કારણે બન્ને વચ્ચે અણબનાવ બનતા પરણીતાએ પાસેના કુવામાં ઝપંલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પતિ દ્વારા તાત્કાલીક પરણીતાને બચાવી લેવામાં આવી હતી અને પીયર જવા જણાવ્યું હતું. માતાપિતા વિરૂધ્ધમાં જઈ આ મૈત્રી કરાર કરવાથી પિયર વાળા બોલાવતા નહતા. આથી તેણે અભયમને બોલાવી હતી. 181 અભયમની ટીમ સાથે કાઉન્સેલર કૈલાસબેને પરણીતાનું કાઉન્સીલીંગ કરીને સાસરીમાં પણ હાલના રહેવું હોવાથી આશ્રય મોકલી આપી હતી. જોકે, આ ઘટનાને લઇ થોડા સમય માટે યુવક પણ મુંઝવણમાં મુકાયો હતો.
તળાવમાં આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો
યુવતીએ ઘરકંકાસમાં ગુસ્સામાં આવી ઘરની બાજુમાં તળાવ છે, જેમાં કુદવા માટે ગયાં હતાં. પરંતુ ત્રાહિત વ્યકિત જોડે મદદ માગતા 181 અભયમ મહિલા હેલ્પ લાઈન પર કોલ કર્યો અને સ્થળ પર જઈને કાઉન્સેલિંગ કરી સમજાવેલ અને બહેનને આશ્વાસન આપીને તળાવ ન કુદવાનું વિચારીને આગળ સારી રીતે જીંદગી જીવવા માટે સમજાવ્યાં હતાં તથા બહેને પિયર વિરૂધ્ધમાં જઈને રહે છે તથા સાસરીમાં પણ હાલ ન રહેવું હોવાથી આશ્રય માટે મુકેલ છે.