Entertainment

‘બવાલ’ની શૂટિંગ કરતા વરુણ ધવન સાથે જ થઇ બવાલ, જાણો એવુ શું થયુ?

કાનપુર: હાલમાં બોલિવૂડ એક્ટર (Bollywood actor) વરુણ ધવન (Varun Dhawan) કાનપુરમાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. શુક્રવારે વરુણ ધવન કાનપુરમાં શૂટિંગ (Shooting in Kanpur) કરતા જોવા મળ્યા હતા. હવે આ શૂટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. આ વીડિયોમાં વરુણ શૂટિંગ દરમિયાન રોડ પર બુલેટ બાઇક ચલાવી રહ્યા છે. ત્યાર બાદ કાનપુર ટ્રાફિક પોલીસે નિયમોના ઉલ્લંઘનને કારણે વરુણ ધવનનું પણ ચાલાણ કાપ્યું છે. પોલીસે આ કાર્યવાહી વરુણ ધવનને હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા માટે કરી છે. આ એક્શન બાદ વરુણ ધવનના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

  • વરુણ ધવન કાનપુરમાં કરી રહ્યા છે શૂટિંગ
  • કાનપુર ટ્રાફિક પોલીસે કાપ્યુ ચાલાણ
  • તેઓ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવી રહ્યા હતા

મળતી માહિતી મુજબ વરુણે કાનપુરમાં ટ્રાફિક નિયમોનુ ભંગ કર્યુ છે. જે બદલ તેમના પર ટ્રાફિક પોલીસ દ્વારા ચાલાણ કાપવામાં આવ્યુ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વરુણ ધવન ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમની ફિલ્મ બવાલની શૂટિંગ કરી રહ્યા છે. સાજિદ નડિયાદવાલા પ્રોડક્શન હેઠળ આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. તેમજ દંગલ ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી તેનું નિર્દેશન કરી રહ્યા છે. નિતેશે ફિલ્મ બવાલ માટે શૂટિંગ લોકેશન તરીકે કાનપુર પસંદ કર્યું છે. જો કે અગાઉ શૂટિંગ માટે લખનઉની પસંદગી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ કાનપુરના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં વરુણ ધવન શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે. વરુણ ધવન કાનપુરની ગલીઓમાં બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. તેમની સ્ટાઈલ જોયા બાદ તેમના બધા ચાહકો શૂટીંગ સીનની નજીક વરુણ ધવનને જોવા ઉમટી પડ્યા હતા. આ પછી વરુણે ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. જો કે હેલ્મેટ ન પહેરવાને કારણે તેમની સાથે બવાલ થઇ હતી.

કાનપુર ટ્રાફિક પોલીસના ડીસીપીએ કહ્યું કે તેઓએ બાઇકના રજીસ્ટ્રેશન નંબર પર ચલણ કાપ્યું છે. તેનું કારણ હેલ્મેટ ન પહેરવું છે. નંબર પ્લેટે ટ્રાફિક પોલીસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવાની માહિતી પણ મળી છે. જો નિયમોનું ઉલ્લંઘન થશે તો બીજું ચલણ કાપવામાં આવશે.

Most Popular

To Top