Gujarat

પાટણ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત

પાટણ: પાટણ (Patan) હાઈવે (Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત (death) થયા છે. પાટણ-ડીસા હાઈવે પર બાઈક અને ડમ્પર (Dumper) વચ્ચે આ અકસ્માત એટલો ગંભીર રીતે સર્જાયો હતો કે ઘટના સ્થળ પર જ 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • પાટણ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • ઘટના સ્થળે 3 લોકોના કરૂણ મોત નિપજ્યા
  • મૃતકો રેવચી ગામના રહેવાસી હતા

કચ્છના રેવચી ગામે રહેતા દેસાઈ પરિવારને આ અકસ્માત નડ્યો હતો. જેમા એક જ પરિવારના 3 લોકોના મોત થયા. મૃતકો સંબંધમાં માતા, પુત્રી અને પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રેચવી ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાઈક અને ડમ્પર વચ્ચે પાટણ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક પર સવાર માતા પુત્રી અને પુત્રનું કરૂણ મોત થયું છે

વડોદરામાં ડમ્પરે બાઇક ચાલકને લીધો અડફેટે લેતા બાઈક સવાર સહિત 3ના મોત
વડોદરા: હાઈવે પર ત્રિપલ સવારી કરનારાઓએ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે હાઈવે પર બેફામ બની ડમ્પર ડ્રાવરો વાહન હંકારે છે. રાજ્યમાં એક તરફ ઇન્ફ્રાસ્ટક્ટરનું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તો બીજી તરફ અકસ્માતોના બનાવ પણ વધી રહ્યા છે. રાજ્યમાં અકસ્માતની ઘટના વધી રહી છે અને આવી જ એક ઘટના વડોદરા નજીર કરજણમાં બની છે. જેમાં બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાના કરજણમાં ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના નારેશ્વરના પાલેજ રોડ પરની છે. ભરુચના જનોડ ગામથી કરજણના વાસણા ગામ તરફ ત્રણ બાઇક સવારી જઇ રહી હતી. તે જ સમયે એક ડમ્પર ચાલકે અચાનક બાઈકને પાછળથી ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બાઈક સવાર ત્રણેય ભરૂચ જિલ્લાના જનોડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top