Business

અવનવા કલરમાં અને ખાસ પ્રસંગે દીપી ઉઠતા અજરખના દુપટ્ટા બન્યા ફેવરિટ…

શણગાર કરવો કઈ સ્ત્રીને ન ગમે, અને પોતાને શણગારવામાં આજની નારીઓ કોઈ પણ બાંધ છોડ કરવાં તૈયાર નથી અને એમાં પણ તેઓ પોતાને અપડેટેડ રાખવા માટે સતત કઈક નવું શોધતી હોય છે ત્યારે હાલમાં લગ્નની મોસમમાં હોટ ફેવરિટ બન્યા છે અજરખના દુપટ્ટા. આજની આધુનિકા અન્યથી અલગ દેખાવા અવનવું કરતી હોય છે. ત્યારે સુરતની નારીઓ આમ તો ખાસ પ્રસંગોમાં ટ્રેડિશનલ ડ્રેસ કે સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે અને સાથે જ નવા ટ્રેન્ડનો પણ ખાસ ખ્યાલ રાખે છે ત્યારે હાલમાં આધુનિકાઓ અજરખના દુપટ્ટા તરફ વળી રહી છે. આ દુપટ્ટાની ખાસિયત એ છે કે કોઈપણ હળવા ડ્રેસ કે ગાઉન સાથે સ્કાર્ફ તરીકેનો ઉપયોગ કરવાથી તેની શોભા ઓર વધી જાય છે. અને જેને ભારે-ભરખમ કપડાં ન પહેરવા હોય તો અજરખના દુપટ્ટા બેસ્ટ ઓપ્શન બની રહે છે. આ દુપટ્ટામાં આકર્ષક કલરો ઉપરાંત સ્ટોન કે મિરર વર્ક પણ કરવામાં આવે છે જેથી તેની આકર્ષકતા ઓર વધી જાય છે.

કેવા કપડાં સાથે પહેરી શકાય
અજરખના દુપટ્ટાનું વર્ક અને પ્રિન્ટ જ એ પ્રકારના હોય છે કે તેને કોઈપણ પ્લેઇન કે સિમ્પલ ડ્રેસ સાથે તો પહેરી જ શકાય છે અને ખાસ કરીને તેમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે હળવાં રંગો પર પહેરવાથી વધુ શોભી ઊઠે છે અને તેનો સ્કાફ તરીકે પણ ઉપયોગ કરી શકાય.

Most Popular

To Top