વલસાડ : વલસાડની (Valsad) એક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને (student) પ્રેમી (lover) યુવાને લગ્નની (Marriage) લાલચ (temptation) આપી વારંવાર હોટલમાં (Hotel) લઈ જઇને શરીર સુખ માણ્યા બાદ ગર્ભવતી (pregnant) બનાવી દીધાનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાર્થિનીને છ માસનો ગર્ભ રહી જતા આ પ્રેમી નરાધમે લગ્ન કરવાની ના પાડી દઈ તેનો ફોન બંધ કરી દીધો હતો. આ બનાવ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ છે.
વલસાડની એક શાળામાં ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રોજ સ્કૂલ (School student) આવ-જાવ કરતી હતી. ત્યારે એની આંખ ધનભૂરા રોડ વિસ્તારમાં રહેતા આદિલ શમા નામના યુવાન સાથે મળી ગઈ હતી. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા બંધાતા રોજ એકબીજા સાથે મુલાકાત પણ થતી હતી. છેવટે આ મુલાકાત પ્રેમમાં (love) બદલાઇ ગઇ હતી. આદિલ અને શાળામાં ભણતી વિદ્યાર્થિની એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા. આદિલે વિદ્યાર્થિનીને પ્રેમરૂપી પાગલપનમાં બરાબર ફસાવી દેતા બંને જણા એકબીજા વગર જીવી પણ શકતા ન હતા.
સ્કૂલના બહાને ઘરેથી નિકળેલી વિદ્યાર્થિનીને આદિલ શમા તિથલ દરિયા કિનારે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં આદિલે વિદ્યાર્થિની ભોળવી તેની નાદાનિયતનો ફાયદો ઉઠાવી લગ્નની લાલચ આપીને તેની સાથે બે વખત શરીરસુખ માણ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી નરાધમ આદિલે વિદ્યાર્થિની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. થોડા દિવસો બાદ વિદ્યાર્થિનીને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા તેના પરિવારજનો તેને ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે વિદ્યાર્થિનીના પરિવારજનોને 6 માસનો ગર્ભ હોવાનું જણાવતાં તેમના પર આભ તૂટી પડ્યું હતું.
વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને આદિલ સાથે તેને છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ (Love relationship) હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોએ આદિલને ફોન પણ કર્યો હતો, જોકે આદિલે ફોન બંધ કરી દીધો હતો. આદિલે લગ્નની લાલચ આપીને વિદ્યાર્થિની સાથે વારંવાર શરીરસુખ માણ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીને છ માસનો ગર્ભ રહી જતા તેની માતાએ વલસાડ સિટી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ વી.ડી.મોરી કરી રહ્યા છે.