રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો ઘટીને હવે 68થી ઘટીને 51 થયા છે. ખાસ કરીને અમદાવાદ તથા વડોદરા મનપામાં નવા કેસોની સંખ્યા વધી છે. જ્યારે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. આ ઉપરાંત 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસો પૈકી અમદાવાદ મનપામાં 18 કેસો, વડોદરા મનપામાં 10, સુરત મનપામાં 6, કચ્છમાં 3, નવસારીમાં 3, રાજકોટ મનપામાં 3, રાજકોટ જિ.માં 2, દ્વ્રારકામાં 1, ગાંધીનગર મનપામાં 1, જામનગર મનપામાં 1, ખેડામાં 1, મહેસાણામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. હાલમાં રાજ્યમાં 571 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 567 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો વધીને 8,28,546 જેટલા થયા છે. રાજ્યમાં 817874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 10101 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં નવા 87,198 લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે દિવસ દરમ્યાન 87,198 લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 3274 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 18253 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 9755 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 55676 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,70,63,034 લોકોને રસી આપવામાં આવી છે.