National

કાનપુરમાં 800થી વધુ કાપડની દુકાનોમાં ભીષણ આગ, 7 કલાક બાદ પણ આગ બેકાબૂ, સેનાએ મોરચો સંભાળ્યો

કાનપુર: યુપીના (UP) કાનપુના (Kanpur) બાંસમંડૂીમાં કાપડાંનું હોલસેલ માર્કેટ (Wholesale Market) 7 કલાકથી ભીષણ આગની (Fire) ઝપેટમાં આવી ગયું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી 800થી વધુ દુકાનો (Shops) બળીને ખાખ થઈ ગઈ છે. મોડી રાત્રે 1 વાગ્યાથઈ લાગેલી આગ હજી પણ ચાલુ જ છે. આર્મી (Army) અને એરફોર્સના (Air Force) જવાનોએ આગ પર કાબૂ મેળવવા મોરચો સંભાળ્યો છે. કાનપુર, ઉન્નાવ, લખનઉ સહિત નજીકના ઘણા જિલ્લાઓમાંથી 50થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ભીષણ આગને કારણે અંદાજે 20 અબજનું નુકસાન થયું છે..

મળતી માહિતી અનુસાર રાત્રિના એક વાગ્યાની આસપાસ કાનપુરમાં બાંસમંડી સ્થિત હમરાજ માર્કેટની બાજુમાં આવેલા AR ટાવરમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલા સામાનમાં આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનને કારણે આગની જવાળાથી ક્ષણવારમાં જ ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી. આ પછી આખો ત્રણ માળનો ટાવર સળગવા લાગ્યો. અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવામાં લાગેલા છે. ટાવર લગભગ છ કલાકથી સળગી રહ્યો છે. આ અકસ્માતમાં પાંચ કોમ્પ્લેક્સ આગથી બળીને ખાખ થઈ ગયા છે. એક અંદાજ મુજબ 20 અબજથી વધુનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે આ યુપીનું સૌથી મોટું રેડીમેડ હોલસેલ માર્કેટ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હજુ પણ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

આગ લાગ્યાની જાણ થતા જ શહેરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે આસપાસના જિલ્લાઓના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. એરફોર્સ, આર્મી, સીઓડી, ઓર્ડિનન્સના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ટૂંક સમયમાં કાબૂમાં આવે તેવી શક્યતા છે.

શોર્ટ સર્કિટના કારણે આગ
એઆર ટાવરમાં બે ડઝનથી વધુ રેડીમેડ કપડાની હોલસેલ દુકાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, જે ધીરે ધીરે આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આગના કારણની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ઝડપી પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

અનેક જિલ્લામાંથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી
કાનપુર, ઉન્નાવ અને લખનૌ સહિત અનેક જિલ્લાઓની 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. ડીએમ અને પોલીસ કમિશનરે સેનાના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આગ ઓલવવા માટે સેનાની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાનપુર પોલીસ કમિશનર બીપી જોગદંડ, જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારી અને ડીએમ ઘટનાસ્થળે હાજર છે. એરફોર્સ, આર્મી, સીઓડી વગેરેના અધિકારીઓ અને વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે

Most Popular

To Top