Business

શેરબજારે 60,000ની રેકોર્ડ સપાટી વટાવી, એક વર્ષમાં સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો બમ્પર વધારો

PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પગલે શેરબજારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે BSE 60000ની પાર ખૂલ્યું હતું. એક વર્ષના ટૂંકાગાળામાં 10,000ની સપાટી શેરબજારે વટાવી છે. જાન્યુઆરી 2021માં 50,000ની સપાટી પર હતો તે સપ્ટેમ્બરમાં 60,000 પર પહોંચ્યો છે. છેલ્લાં દોઢ વર્ષમાં શેરબજારે રોકાણકારોને બમ્પર નફો કરાવી દીધો છે. દિવસના અંતે સેન્સેક્સ 60048 પર બંધ રહ્યું હતું. આ સાથે જ નિફ્ટી પણ તેના રેકોર્ડ સ્તર પર ખુલી છે. ટેક શેરોમાં તેજીની મદદથી નિફ્ટી 50 પણ 18,000 પોઇન્ટની નજીક કારોબાર કરી રહ્યું છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી (મેકેપ) ગુરુવારે 261.73 લાખ કરોડ રૂપિયા સાથે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

બજારમાં તેજીના કારણ

  • અમેરિકા ફેડરલ રિઝર્વ પ્રમુખના નિવેદનને બજારે સારૂ વલણમાં લીધું.
  • કેન્દ્રીય બેન્કે કહ્યુ કે તે બોન્ડ ખરીદ કાર્યક્રમમાં બદલાવ વિશે નવેમ્બરમાં જાહેરાત કરી શકે છે.
  • ચીનની રિયલ એસ્ટેટ કંપનીના સંકટને લઇને ઉત્સાહવર્ધક સમાચાર આવવાની ધારણામાં સુધાર રહ્યો છે.
  • દેશમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો નોંધાતા અને મજબૂત રસીકરણ કાર્યક્રમનો પણ રોકાણકારો પર અનુકૂળ અસર રહી છે.

BSEના 30 શેર ધરાવતા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ 60333ના સ્તર પર પહોંચી ગયુ છે. શરૂઆતના વેપાર દરમિયાન સેન્સેક્સ પર ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, એશિયન પેંટ્સ, એચડીએફસી બેન્ક, મારૂતિમાં તેજી જોવા મળી રહી છે. શેર બજારમાં ગુરૂવારે જોરદાર તેજી આવવાની સાથે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ 2,63,13,179.35 કરોડ રૂપિયાના અત્યાર સુધીના સર્વકાલિક રેકોર્ડ સ્તર પર પહોચી ગયો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી (મેકેપ) ગુરુવારે 261.73 લાખ કરોડ રૂપિયા સાથે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

એક વર્ષમાં શેરબજારની સફર

  • સપ્ટેમ્બર 2020 = 38,067.93
  • જાન્યુઆરી 2020 = 46,285.77
  • એપ્રિલ 2021 = 48,782.36
  • જૂન 2021  = 52,482.71
  • સપ્ટેમ્બર 2021 = 60,048.47

રોકાણકારોને બમ્પર નફો થયો

2001-02માં 6 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપથી 2010-11માં 68,39,083 કરોડ રૂપિયા અને હવે 2,61,73,374 કરોડ રૂપિયા સુધી, બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત વધારો જોવા મળ્યો છે બજારના નિષ્ણાતો કહે છે કે, કોવિડ દરમિયાન સેન્સેક્સની સિદ્ધિ આશ્ચર્યજનક છે અને તે એક સારો સંકેત છે, જેનું બજાર પર સંપૂર્ણ નિયંત્રણ છે. જોકે, આ સાથે નિષ્ણાતોએ રોકાણકારોને સાવધ રહેવાની સલાહ પણ આપી છે. બજારનું મૂલ્યાંકન નોંધપાત્ર રીતે વધ્યું છે અને અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં લગભગ 80 ટકાના પ્રીમિયમ પર છે. આ સ્તરે બજારને ટકાવી રાખવું મુશ્કેલ બનશે.

આ કંપનીઓના શેર્સે બાજી મારી

આ બજાર 50,000 માર્કથી 60,000 માર્ક સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન, ઘણી કંપનીઓના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. ટોચના પાંચ લાભાર્થીઓમાં બે બેંક ધિરાણકર્તા, એક સ્ટીલ કંપની, એક સરકારી માલિકીની બેંક અને એક માહિતી ટેકનોલોજી કંપનીનો સમાવેશ થાય છે. સેન્સેક્સના 50,000 પોઇન્ટના 20 ટકાના વધારામાં સૌથી મોટો ફાળો આપે છે, ઇન્ફોસિસ (30 ટકા), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (19 ટકા ઉપર), આઇસીઆઇસીઆઇ બેન્ક (30 ટકા ઉપર).

ભારે તેજીના પગલે એક વર્ષમાં 1 લાખ રોકાણકાર વધ્યા

બજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોનું આકર્ષણ પણ વધ્યું છે. 21 સપ્ટેમ્બર સુધીમાં BSE પર રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સની સંખ્યા 8 કરોડ પર પહોંચી છે. વીતેલા એક વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં 2.54 કરોડ નવા રોકાણકારો આવ્યા છે. આ હિસાબે માર્કેટમાં રોજના 1 લાખથી વધુ નવા રોકાણકારોનો ઉમેરો થયો છે (ટ્રેડિંગ દિવસોના હિસાબે).

Most Popular

To Top