Video

ભારત-ચીન વચ્ચે આજે હાઇ-લેવલ લશ્કરી મંત્રણાનો ૧૧મો રાઉન્ડ: વધુ દળો પાછા ખેંચવા અંગે ચર્ચા થશે

આવતીકાલે ચીન સાથે ઉચ્ચ સ્તરીય લશ્કરી મંત્રણા યોજાય તેના એક દિવસ પહેલા ભારતે આજે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં સંઘર્ષના બાકીના સ્થળોએથી દળો પાછા ખેંચવાની પ્રક્રિયા થાય તેવું તે ઇચ્છે છે જેથી સરહદ પર શાંતિ અને સંવાદિતાની સ્થિતિ સર્જાય અને દ્વિપક્ષી સંબંધો સુધારવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાય.

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર લેવલની મંત્રણાનો ૧૧મો રાઉન્ડ શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે પૂર્વ લડાખમાં ચુશુલ બોર્ડર પોઇન્ટ પર અંકુશ હરોળની ભારતીય બાજુએ શરૂ શથે એમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે દેપસાંગ, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા સહિતના વણઉકેલાયેલા મુદ્દાઓ ભારત આ મંત્રણામાં ઉપાડશે. આ પહેલા ૨૦મી ફેબ્રુઆરીએ આવી મંત્રણાનો ૧૦મો રાઉન્ડ યોજાયો હતો, જે રાઉન્ડ બંને દેશોએ પેંગોગ તળાવના ઉત્તરીય અને દક્ષિણી કિનારેથી દળો અને શસ્ત્રો પાછા ખેંચ્યા હતા. તે મંત્રણા ૧૬ કલાક ચાલી હતી.

ચીને પણ આજે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં યથાવત સ્થિતિ એપ્રિલ ૨૦૨૦ના સ્તરે જાળવી રાખવાની ભારતની દરખાસ્ત પર બંને દેશો વચ્ચેની આગામી બેઠકમાં ચર્ચા થઇ શકે છે. ચીને એમ પણ જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાંના સંઘર્ષના અન્ય બિંદુઓ પરથી દળો પાછા ખેંચવા અંગે પણ ભારત સાથે ચર્ચા કરવામાં કોઇ વિલંબ થશે નહીં, ચીને આ એવા અહેવાલો વચ્ચે જણાવ્યું છે કે કોર કમાન્ડર લેવલની મંત્રણાનો ૧૧મો રાઉન્ડ શુક્રવારે યોજાઇ શકે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે પૂર્વ લડાખના બાકીના વિસ્તારોમાંથી દળો પાછા ખેંચવાની જરૂર છે.

Most Popular

To Top