SURAT

ડિંડોલીમાં પ્રધાનમંત્રી આવાસના નવનિર્મિત બાંધકામના પાણી ભરેલા ખાડામાંથી માસુમનો મૃતદેહ મળ્યો

સુરત: સુરતના ડિંડોલીમાં (Dindoli) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસના (Pradhan Mantri Awas) નવનિર્મિત બાંધકામના પાણી ભરેલા ખાડામાંથી એક માસુમ બાળકનો મૃતદેહ (Died Body) મળી આવ્યો હતો. બાળક રમતા રમતા ખાડામાં પળી ગયા બાદ મૃત્યુ (Died) પામ્યો હોવાનુ સામે આવ્યુ છે. માસુમનો મૃતદેહ મળી આવતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.

મળતી માહિતી મુજબ ડિંડોલીમાં પ્રધાન મંત્રી આવાસના નવનિર્મિત બાંધકામમાં પાણી ભરેલા ખાડામાં માસુમ દીકરો ડૂબી જતાં મોતને ભેટ્યો હોવાની ઘટના સામે આવી હતી. 16 મહિનાનો લવકુમાર સવારથી ગુમ થયા બાદ બે કલાકે પાણી ભરેલા ખાડામાં તણાતો મળી આવ્યો હતો. પિતા એ જણાવ્યું હતું કે ઘટના સમયે માતા-પિતા બન્ને મજુરી કામ કરવા ગયા હતાં. પુત્ર લવકુમાર અન્ય બાળકો સાથે રમતો હતો. ત્યાર બાદ તે અચાનક ગુમ થઈ ગયો હતો જેથી તેની શોધખોળ ચાલી રહી હતી. થોડા સમય બાદ જ તે પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવારનો શોકમાં સરી પડ્યો છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કાંટાપ્રસાદ જનગેલા (બાળકના પિતા)એ કહ્યું હતું કે તેઓ છત્તીસગઢના રહેવાસી છે. તેમજ 3 મહિનાથી ડિંડોલીમાં પ્રધાન મંત્રી આવાસના નવ નિર્મિત બિલ્ડિંગના બાંધકામમાં મજૂરી કામ કરી રહ્યા છે. 1 વર્ષ ચાર મહિનાનો માસુમ લવકુમાર આજે સવારથી ગુમ હતો. અન્ય બાળકો સાથે રમતા રમતા ગુમ થયા બાદ તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે બે કલાક બાદ પાણી ભરેલા ખાડામાંથી તેનો મૃતદેહ મળી આવતા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી સિવિલ શીફ્ટ કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે સિવિલમાં લવાતા લવકુમારને મૃત જાહેર કરાયો હતો. ત્રણ સંતાનોમાં લવકુમાર ત્રીજા નંબરનો પુત્ર હતો. ઘટના સમયે પતિપત્ની બન્ને કામ કરી રહ્યા હતા. લવકુમાર ગુમ થઈ ગયો હોવાની વાત બાદ તમામ લોકોએ બાળકની શોધખોળ શરુ કરી હતી. જોકે આખરે બાંધકામ સાઈડના પાણી ભરેલા 5 ફૂટના ખાડામાંથી જ લવકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો.

Most Popular

To Top