Madhya Gujarat

ખેડા જિલ્લામાં 4875 રાજકીય પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવી

નડિયાદ: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા અમલી બની છે. ત્યારે ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે વિતેલા ચોવીસ કલાક દરમિયાન જાહેર મિલકતો પરથી 49 પોસ્ટર, 29 બેનર, 26 ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય 92 મળી કુલ 196 પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્રોપર્ટી અંતર્ગત 16 ડિફેસમેન્ટ રીમુવ કરવામાં આવ્યા હતાં.

આમ વિધાનસભા ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી કુલ 1095 પોસ્ટર, 687 બેનર, 577 ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય 2516 મળી કુલ 4875 પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના કુલ 143 ડિફેસમેન્ટ રિમુવ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVGL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. ખેડામાં જિલ્લામાં ચુસ્ત આચાર સંહિતાના અમલ માટે કલેક્ટર દ્વારા તમામ આરઓ, એઆરઓને સુચના આપવામાં આવી છે. આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે.

Most Popular

To Top