Vadodara

ટાસ્ક પૂરા કરવાના બહાને મહિલા પાસેથી 1.69 પડાવી લેનારા બે ઠગ ઝડપાયાં

વડોદરા: શહેરના વાઘોડિયા રિંગ પર રહેતા વૈદેહીબેન સુરેશભાઇ વ્યાસને તેમના મોબાઇલ પર એસએમએસમાં એક લિંક મોકલી વોટ્સ એપ મારફતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમને ઘર બેઠા 8 હજાર કમાવવાનું જણાવી મેસેજથી અલગ અલગ લિંક મોકલી હતી.જેમાં યુઝર આઇડી અને પાસવર્ડ બનાવી આપ્યા હતા. તેમાં તેઓને રજિસ્ટ્રેશન કરાવી ટેલિગ્રામની લિંક પરથી તેઓને સંપર્ક કરી ઓનલાઇન વસ્તુની ખરીદી કરી જુદા જુદા ટાસ્ક પુરાવા કરવાના બહાને ટેલીગ્રામ આઇડી અને પાસવર્ડ જનરેટ કરાવી વૈદેહીબેનના ખાતામા રૂા.285 તેમજ રૂા.1118 ટ્રાન્સફર કર્યા હતા.આમ વિશ્વાસમાં લઇને તેમને ઓનલાઇન વસ્તુ ખરીદી કરવાના બહાને 1.69 લાખની ઓનલાઇન ખરીદી કરવાના બહાને ઓનલાઇન પડાવી લીધા હતા. ત્યારબાદ હજુ જુદાજુદા ટાસ્ક પૂરા કરવાના છે તેવા બહાના બતાવી વધુ રૂપિયાના માંગણી કરી હતી.

જેથી મહિલાએ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સથી તપાસ કરતા આરોપીઓનું લોકેશન તથા બેન્ક એકાઉન્ટનું એડ્રેસ બોરસદ હોવાનું જણાતા પીઆઇ બી એન પટેલ અને પીએસઆઇ પીએમ રાખોલિયા સહિતની ટીમ ભેજાબાજોને પકડવા બોરસદ પહોંચીને મહમદહનીફ યુસુફભાઇ વ્હોર અને યુસુફખાન સિકંદરખાન પઠાણ ધરપકડ કરી હતી. પોલીસ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે આ ઢગબાજોએ ફ્રોડ કરીને પૈસા ટ્રાન્સફર કરાવવા બીજા પણ એકાઉન્ટ ખોલાવ્યા છે. જેના બદલામાં તેમને કમિશન પેટે રૂપિયા મળતા હતા.આરોપીઓએ કોના કહેવાથી કેટલા બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top