Entertainment

2022માં બોક્સ ઓફિસમાં નબંર 2નો ધમાકો, આ ફિલ્મો બીજો ભાગ લઈને પરત ફરી રહી છે

મુંબઈ: આ વર્ષમાં સિનેમાઘરોમાં (Theaters) એક પછી એક ધમાકેદાર ફિલ્મોની લાઇન લાગી રહી છે, પરતું આ વર્ષમાં ઘણી એવી પણ ફિલ્મો છે તેની જૂની ફિલ્મનો (Film) નવો ભાગ લઈને આવી રહી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે દર્શકોને જૂની ફિલ્મો વધારે પસંદ આવી રહી છે, તે માટે તો ફિલ્મ નિર્માતાઓ તેના નવા ભાગ બનાવી રહ્યા છે. આ ફિલ્મોની લિસ્ટને જોતાં એવું લાગી રહ્યું છે 2022માં બોક્સ ઓફિસમાં નબંર 2નો ધમાકો ચાલી રહ્યો છે. આ લિસ્ટમાં કેજીએફ 2, ભૂલ ભુલૈયા 2, હીરોપંતી 2 અને ગદર 2 જેવી ફિલ્મો સામેલ છે. જે જૂની ફીલ્મોના બીજા નવા ભાગ છે.

કેજીએફ ચેપ્ટર 2
આ વર્ષની સુપરહિટ ફિલ્મની કેજીએફ 2ની વાત કરીયે તો તે કેજીએફ 1ની સ્ટોરીને આગળ વધારતો ભાગ છે. કેજીએફ 1માં મુખ્ય ભૂમિકા ભજવનાર રોકી એટલે કે એક્ટર યશની એક્શન જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા અને આતુરતાથી ચેપ્ટર 2ની રાહ જોઈ રહ્યા હતા. અંતે ચેપ્ટર 2 હાલમાં 2022માં જ રીલીઝ થઈ ગઈ છે. જેને લોકોએ ખુબ જ પસંદ કરી છે અને ફિલ્મનું ચેપ્ટર 3 આવે તેવું ઇચ્છી રહ્યા છે. કેજીએફમાં એક દીકરો તેની માતાની ઈચ્છા પૂરી કરવા માટે જે કઈ પણ કેરે છે તેની સ્ટોરી છે.

હીરોપંતી 2
હાલમાં જ હીરોપંતી 2નું બીજું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. 29 એપ્રિલે સિનેમાઘરોમાં હીરોપંતી 2 આવી જશે. આ વર્ષે બીજો ભાગ રીલીઝ થનાર ફિલ્મોની લિસ્ટમાં હીરોપંતી 2 પણ સામેલ છે. આ ફિલ્મ કેજીએફની જેમ ચેપ્ટર 1ને આગળ વધારતી નથી, પરંતુ હીરોપંતી 2 એ કેટલાક નવા કાસ્ટ સાથે નવી સ્ટોરી લઈને આવી રહી છે. આ ફિલ્મના પહેલા ભાગમાં લોકોએ ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનોનની જોડીને ખૂબ પસંદ કરી હતી અને સાથે જ ફિલ્મની એક્શન, કોમેડી અને રોમાન્સ પણ દર્શકોને પસંદ આવ્યો હતો. ચેપ્ટર 2માં પણ કઈંક એવું જ છે. જેમાં એક્શન, થ્રિલર, કોમેડી, ક્રાઈમ, રોમાન્સ અને ડાઈલોગોનું સંપૂર્ણ પેકેજ છે. બીજા ટ્રેલરમાં વાસ્તવમાં દેશી તડકો જોવા મળી રહ્યો છે. તેના ટ્રેલરને જોઈને તો એવું લાગી રહ્યું છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવશે. જાણવી દઈએ કે આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા છે.

ભૂલ ભુલૈયા 2
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ભૂલ ભુલૈયા છે જેની મંજુલિકા 15 વર્ષ પછી નવા ભાગ 2 સાથે એક નવા અવતારમાં પાછી આવી રહી છે. જેના પહેલા ભાગમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલને મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મનો પહેલા ભાગ ઘણો કોમેડી હતો. પરતું ભૂલ ભુલૈયા 2 નવા કાસ્ટ લઈને આવી રહ્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જોવા મળશે. આ નવા ભાગની સ્ટોરીની વાત કરીયે તો તે પહેલા ભાગથી ઘણી મેળખાતી છે. આ ફિલ્મનો પહેલો ભાગના ગીતો, વાર્તાથી લઈને કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરતું જોવાનું એ છે કે ભુલ 20 મેના રોજ ભુલૈયા 2 બોક્સ ઓફિસ પર કેટલો કમાલ બતાવશે.

ગદર 2
વર્ષ 2001માં આવેલી એક્ટર સની દેઓલ અને અમીષા પટેલ ફિલ્મ ગદરને કોણ ભૂલી શકે. સની દેઓલની એક્ટિંગ અને જોરદાર ડાયલોગ ડિલિવરીએ લોકોને ફિલ્મના ફેન બનાવી દીધા હતા. ફિલ્મ અને એક્ટરના ચાહકો માટે એક સારા સમાચાર છે. ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. હાલમાં જ તેનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે. મળતી માહિતી અનુસાર, દિગ્દર્શક અનિલ શર્માની આઇકોનિક પીરિયડ ડ્રામા ફિલ્મ ગદર 2નું લખનૌ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ પણ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં આવી જશે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં સની દેઓલ અને અમીષા પટેલ જ જોવા મળશે. આશા છે કે આ ફિલ્મ તેના પહેલા ભાગની જેમ જ જાદુ ફેલાવશે.

Most Popular

To Top