Dakshin Gujarat

અનાવલ-મહુવા સ્ટેટ હાઈવે પર ચાર વાહનો ભટકાતાં છ વ્યક્તિ ઘાયલ: ટ્રાફિકજામ

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા ખાતે એક સાથે ચાર વાહનો ભટકાતા ગંભીર અકસ્માત સર્જાતા 5વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્યકેન્દ્ર અનાવલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગભીર હોય વધુ સારવાર અર્થે ચીખલી ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે અનાવલ મહુવા સ્ટેટ હાઇવે પર રાત્રે લાંબા સમય સુધી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો.

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર શનિવારના સાંજના સમયે ઉમરા ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઇવે પર ઉમરા ખાતે શેરડી ભરેલી ટ્રક નંબર GJ 16 T6326 ઉભેલી હતી. તે દરમિયાન સામસામે ઓવરટેક કરતા પિકઅપ નંબર GJ 19 X 3031 અને ટ્રેકટર નંબર GJ 21 J 9015 સામસામે અથડાતાની સાથે શેરડી ભરેલી ટ્રક સાથે ભટકાઈ હતી તો બીજીબાજી પીકઅપ ટેમ્પાની પાછળ આવતા મોટરસાયકલ નંબર GJ19 q 1881 પણ પીકઅપ સાથે અડફેટે આવી જવા પામી હતી. આમ એક સાથે ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સર્જાતાની સાથે જ અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર કેટલાક સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. મહુવા પોલીસ ઘટનાસ્થળે આવી અકસ્માતનો ભોગ બનેલા વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

પીકઅપમાં ભરેલા ઘઉંના જથ્થો તપાસનો વિષય
મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા પીકઅપમાં મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો ત્યારે અકસ્માત ટાણે ઘટનાસ્થળે ભેગા થયેલા સ્થાનિકો દ્વારા આ ઘઉંના જથ્થા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી આ ઘઉં ના જથ્થા બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

ઈજાગ્રસ્તોના નામ
નિતેશ રમેશભાઈ (રહે.ઉમરા), હેમંતભાઈ ભરતભાઇ પટેલ (રહે.રાનકુવા તા.ચીખલી), અનિલ અને કૈલાસ (રહે.હળદવા તા.મહુવા) તેમજ યોગેશભાઈ કોંકણી (રહે ઉમરા તા.મહુવા)

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top