National

તમારી પાસે જૂનું વાહન છે? તો સરકારની આ યોજનાનો લાભ જરૂરથી લઇ લો

જૂના અને અનફીટ વાહનો નાબૂદ કરવા માટેની નીતિના ભાગરૂપે સરકાર આવા વાહનો ભાંગીને ભંગારમાં કાઢવા માટે તેમના માલિકોને પ્રોત્સહન મળે તે માટે સરકાર ટૂંક સમયમાં પગલાં જાહેર કરશે એમ માર્ગ સચિવ ગિરિધર અરમાનેએ જણાવ્યું હતું.

આ પ્રોત્સાહનો જૂના અને પ્રદૂષણકારી વાહનોને સ્વૈચ્છિક રીતે ભંગારમાં ફેરવવા માટેની બજેટમાં જાહેર કરવામાં આવેલી નીતિના ભાગરૂપે હશે. સૂચિત વેહીકલ સ્ક્રેપેજ પોલિસી હેઠળ તમામ વાહનો ઓટોમેટેડ ફીટનેસ ટેસ્ટ હેઠળ જશે. આ ટેસ્ટ ભેદભાવહીન અને માણસના કોઇ પણ હસ્તક્ષેપ વગરનો હશે. આનાથી માનવીય હસ્તક્ષેપ, દખલગીરી, ચેડાં અને ભ્રષ્ટાચાર વિના વાહનોનું ફિટનેસ લેવલ જાણી શકાશે.

જૂના વાહનોને સ્વૈચ્છિક રીતે ભંગારમાં ફેરવવા માટે પ્રોત્સહાક પગલાંઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં આ પગલાંઓ પર ચર્ચા થઇ રહી છે અને તેના પરિણામો અંગે મંત્રીશ્રી જાહેરાત કરશે એમ સચિવે જણાવ્યું હતું. હાલમાં જૂના, પ્રદૂષણકારી વાહનો રાખવા બદલના શિક્ષાત્મક કહી શકાય તેવા પગલાં કેટલાક રાજ્યોએ જાહેર કર્યા છે જેમાં ગ્રીન ટેકસનો સમાવેશ થાય છે. જો કે આ નીતિ બહુ સફળ રહી નથી એમ અરમાનેએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની પહેલી તારીખે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વેહીકલ સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી હતી જે નીતિને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગનું ઉત્પાદન વધવાની પણ આશા છે. જૂના વાહનો ફક્ત હવાનું પ્રદૂષણ જ નથી કરતા પણ તેના માલિકોને પણ નુકસાન કરે છે. આવા વાહનોને નાબૂદ કરવાનો હેતુ આ નીતિ ધરાવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top