Vadodara

હોળી-ધૂળેટીને લઇ પોલીસની પ્રોહિબિશન ડ્રાઇવ : 3 સ્થળ પર ક્રાઇમ બ્રાન્ચ-પીસીબી રેડ,દારૂ સાથે 3 ઝબ્બે

તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા સક્રિય થયેલા બૂટલેગરો પર પોલીસની બાજનજર

વડોદરા તા. 20

આગામી હોળી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પ્રોહિબિશનુ ડ્રાઇવનું  આયોજન કર્યું છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ તથા પીસીબીની ટીમે ખોડિયારનગર, ડભોઇ રોડ તથા આજવા ચોકડી વિસ્તારમાંથી મકાન અને કારમાંથી 65 હજારના વિદેશી દારૂ સહિત 2.71 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

આગામી હોળી અને ધુળેટીના પર્વ દરમિયાન બૂટલેગરો દારૂની રેલમછેલ કરવા મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે.જેને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરીને પ્રોહિબિશન યોજી બૂટલેગરોના મનસુબાને સદંતર નિષ્ફળ બનાવી રહ્યા છે. દરમિયાન મંગળવારે રાત્રીના સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધઆરે ખોડિયારનગર સ્થિત વુડાના મકાનમાં ટીમે રેડ કરી હતી ત્યારે મકાનમાંથી ગૌરી કિશન મારવાડી નામની મહિલા મળી આવી હતી. જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા રૂ. 37 હજારનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો. જેથી મહિલાની દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવી હતી તેવી પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે કરતા તેણે વિદેશી દારૂનો જથ્થો તેના પુત્ર દર્શન મારવાડીએ લાવીને ઘરમાં મુક્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરકકડ કરી હતી. જ્યારે તેના દારૂ લાવનાર દર્શન મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તેવી જ રીતે પીસીબીની ટીમે પણ ડભોઇ રોડ પર અનસુયાનગરમાંથી તથા આજવા ચોકડી પાસે કારમાંથી 28 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, રોકડ, કાર અને મોબાઇલ મળી રુ, 2.34 લાખના મુદ્દામાલ સાથે જયેશ મુકેશ બારિયા અને હસમુખ શના બારિયાને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top