National

સદ્દગુરુની તબિયત બગડી, ડોક્ટરોએ ઈમરજન્સીમાં કરી સર્જરી

નવી દિલ્હી: ઈશા ફાઉન્ડેશનના (Isha Foundation) ફાઉન્ડર અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ (Sadguju) જગ્ગી વાસુદેવની તબિયત બગડતા તેમને ઈમરજન્સીમાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં (Delhi Apolo Hospital) એડમિટ કરવા પડ્યા છે. તબીબોએ સદ્દગુરુની ઈમરજન્સીમાં સર્જરી કરવી પડી છે. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમના અનુયાયીઓ ચિંતામાં મુકાયા છે.

છેલ્લા ચાર અઠવાડિયાથી સદગુરુ માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં સદ્દગુરુએ તેમના દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. એટલું જ નહીં માથાનો અસહ્ય દુ:ખાવો હોવા છતાં ગઈ તા. 8 માર્ચ 2024 ના રોજ મહા શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી પણ કરી હતી.

15 માર્ચે જ્યારે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ત્યારે તેમણે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીનો બપોરે 3:45 વાગ્યે ટેલિફોન પર સંપર્ક કર્યો. ડૉ. સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો હતો.

તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે, ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સદગુરુના મગજની MRI કરવામાં આવી હતી અને મગજમાં મોટા પ્રમાણમાં હેમરેજ જોવા મળ્યું હતું. ડૉ. વિનીત સુરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ. ચેટર્જી સહિત ડૉકટરોની ટીમ દ્વારા સદગુરુની સારવાર કરવામાં આવી હતી અને મગજમાં રક્તસ્ત્રાવ દૂર કરવા માટે 17 માર્ચે ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બાદમાં સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન ખબર પડી કે તેના મગજમાં 3-4 અઠવાડિયાથી બ્લિડીંગ થઈ રહ્યું હતું. સદગુરુને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી. ગઈ તા. 17 માર્ચ, 2024 ના રોજ સદ્દગુરુને ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેનથી જાણવા મળ્યું કે મગજમાં સોજો વધી ગયો હતો અને તેનું ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 17 માર્ચે સદ્દગુરુની ઈમરજન્સીમાં બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. હાલમાં, સદગુરુની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

Most Popular

To Top