5મી ઑગસ્ટ 2026ના રોજ ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કરવાના નિર્ણયને સાત વર્ષ પૂર્ણ થશે. આ વર્ષગાંઠ પહેલાં જમ્મુ-કાશ્મીરના શાસક પક્ષ નેશનલ કોન્ફરન્સ (NC)એ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગ સાથે 20મી જુલાઈએ નવી દિલ્હીમાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જોકે, નેશનલ કોન્ફરન્સની આ પહેલને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નો સાથ ન મળ્યો અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના અન્ય સભ્યો તરફથી પણ માત્ર નરમ પ્રતિસાદ મળ્યો. આ ઉપરાંત, આ વિરોધનો સમય પણ યોગ્ય નહોતો, કારણ કે 20મી જુલાઈએ જ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત સંસદ માર્ચ યોજાઈ હતી. પરિણામે, મીડિયાનું સમગ્ર ધ્યાન CJPની રેલીમાં જોડાયેલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને દિલ્હી પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા બળપ્રયોગ પર જ કેન્દ્રિત રહ્યું.
નેશનલ કોન્ફરન્સની આશાઓથી વિપરીત, તેના આ વિરોધ પ્રદર્શને જમ્મુ-કાશ્મીરના રાજ્યના દરજ્જાના મુદ્દાને ફરીથી જાહેર ચર્ચાના કેન્દ્રમાં લાવી શક્યો નહીં. છતાં, આ એક અત્યંત મહત્વપૂર્ણ અને હજુ સુધી અણઉકેલાયેલો પ્રશ્ન છે. ઑગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીર ભારતના ઇતિહાસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત થનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. એવી આશા રાખવામાં આવી હતી કે ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ સાત વર્ષ પછી પણ જમ્મુ-કાશ્મીર માત્ર એક કેન્દ્રશાસિત પ્રદેશ બનીને રહ્યું છે, જે ત્યાંના સ્થાનિક લોકો જ નહીં પરંતુ દેશભરના લોકશાહીવાદી નાગરિકો માટે પણ આંચકાજનક છે.
એપ્રિલ 2024માં સ્વતંત્ર વેબસાઇટ ‘કાશ્મીર ટાઇમ્સ’ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે આપવામાં આવેલા અને હજુ સુધી અણપાળેલા વચનોની એક ટાઇમલાઇન પ્રકાશિત કરવામાં આવી હતી. ઑગસ્ટ 2019માં આ ફેરફારના માંડ બે મહિના પછી, ઑક્ટોબર 2019માં ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અધિકારીઓના એક જૂથને કહ્યું હતું કે ‘સામાન્ય સ્થિતિ’ પાછી આવ્યા પછી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. એ જ વર્ષના ડિસેમ્બરમાં શાસક ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે કહ્યું હતું કે રાજ્યનો દરજ્જો ‘ટૂંક સમયમાં’ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ‘યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે.’ ત્યારબાદ ઑક્ટોબર 2021માં જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા પછી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. જાન્યુઆરી 2022માં ગૃહમંત્રીએ ફરી કહ્યું હતું, ‘સીમાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાશે. મેં લોકસભામાં ખાતરી આપી છે કે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થતાં જ રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.’ એક વર્ષ પછી ફરી એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘મેં સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે.’
2022માં જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન કરવામાં આવ્યું, જેમાં જમ્મુ ક્ષેત્રમાં છ અને કાશ્મીર ખીણમાં માત્ર એક બેઠકનો વધારો કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 2024માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. એપ્રિલમાં ઉધમપુર-ડોડા ખાતે પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણીઓ પછી કેન્દ્ર સરકાર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે. સ્પષ્ટપણે, મોદી અને શાહને આશા હતી કે સીમાંકનની આ પ્રક્રિયા અને ખીણ આધારિત પક્ષો વચ્ચે મતવિભાજન થતાં ત્રિશંકુ પરિણામ આવશે, જેના કારણે ભાજપ ધમકી, ડર અને પ્રલોભન જેવા પોતાના પરંપરાગત માર્ગો દ્વારા સત્તા કબજે કરી શકશે. જોકે, આ તમામ ગણતરીઓ છતાં ‘ઇન્ડિયા’ ગઠબંધનને કુલ 90માંથી 49 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી, જેમાં એકલી નેશનલ કોન્ફરન્સે 42 બેઠકો જીતી અને ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
‘કાશ્મીર ટાઇમ્સ’ની ટાઇમલાઇન ‘ધ પ્રોમિસ્ડ લા લા લેન્ડ’ એપ્રિલ 2024 સુધીના વચનો દર્શાવે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પછી અને ભાજપ સમર્થિત સરકાર બનાવવાની આશાઓ નિષ્ફળ ગયા પછી પણ, માર્ચ 2025માં અમિત શાહે દિલ્હીમાં એક બેઠક દરમિયાન ફરી રાજ્યનો દરજ્જો આપવાનો દાવો કર્યો અને ઑક્ટોબર 2025માં પણ કહ્યું કે આ ‘યોગ્ય સમયે’ કરવામાં આવશે. આ અણપાળેલા વચનોમાં વપરાયેલી ભાષાનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમાં ‘સામાન્ય સ્થિતિ’, ‘ટૂંક સમયમાં’ અને ‘યોગ્ય સમય’ જેવા અસ્પષ્ટ શબ્દોનો હેતુપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્ષણો ક્યારે આવશે તે નક્કી કરવાનો કોઈ સ્પષ્ટ માપદંડ નથી. આ પ્રકારના વાક્યપ્રયોગોનો મુખ્ય હેતુ નિર્ણયને વધુ ને વધુ આગળ ધકેલવાનો અને જમ્મુ-કાશ્મીરને તેનો હક આપવામાં વિલંબ કરવાનો જણાય છે.
ઑગસ્ટ 2019 પછી જમ્મુ-કાશ્મીરમાં મોદી-શાહ શાસને સ્થાનિક લોકોના લોકશાહી અધિકારો પ્રત્યે ઉપેક્ષા દર્શાવી છે. તેનું તાજેતરનું ઉદાહરણ આ મહિનાની શરૂઆતમાં અનંતનાગમાં એક પોલીસ કૉન્સ્ટેબલની આતંકવાદી હુમલામાં થયેલી હત્યા બાદ ખીણમાંથી આશરે 2,500 લોકોની કરાયેલી અટકાયત છે. કઈ અદાલતમાં કે બંધારણના કયા અર્થઘટન હેઠળ એક વ્યક્તિની હત્યા માટે આટલા મોટા પાયે નાગરિકો પર શંકા કરી શકાય?બીજી તરફ વડાપ્રધાન અને ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરના લોકોના લોકશાહી અધિકારોને નકારી રહ્યા છે, ત્યારે હિંસાત્મક પરિબળો પણ આ પ્રદેશના, ખાસ કરીને કાશ્મીર ખીણના, લોકોને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં રજૂ થયેલી ‘ચૌહાણ’ નામની ફિલ્મના ટ્રેલરને જ જુઓ, જે વર્ષોથી પોલીસ અને સુરક્ષા દળોના હાથે સામાન્ય કાશ્મીરીઓએ સહન કરેલી હિંસાની મજાક ઉડાવે છે. આ ટ્રેલરે ખીણમાં વ્યાપક વિરોધ જગાડ્યો છે.
2024ની વિધાનસભાની ચૂંટણીઓમાં 64 ટકા મતદાન નોંધાયું હતું, જે લોકશાહી પ્રક્રિયા પ્રત્યે લોકોના વિશ્વાસને દર્શાવે છે. નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવી તેને બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, છતાં કેન્દ્ર સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યનો દરજ્જો ન હોવાને કારણે ચૂંટાયેલી સરકાર પાસે બહુ ઓછી સત્તાઓ છે. તેમણે કહ્યું હતું, ‘અમે લોકો માટે કામ કરવા માગીએ છીએ.
દરેક ઘરમાં બેરોજગારી છે, છતાં અમે એક પણ દૈનિક વેતનદાર કર્મચારીની નિમણૂક કરી શકતા નથી.’ 1950થી 2019 દરમિયાન જમ્મુ-કાશ્મીર ભારતનું પૂર્ણ રાજ્ય હતું. તે સમયગાળા દરમિયાન દેશના અન્ય નવ હિમાલયી પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
નોંધપાત્ર વાત એ છે કે આ તમામ રાજ્યોની વસતી જમ્મુ-કાશ્મીર કરતાં ઘણી ઓછી છે. તો પછી આ તમામ પ્રદેશો રાજ્ય તરીકે પાત્ર બની શકે, જ્યાં ચૂંટાયેલી સરકારો પાસે વાસ્તવિક સત્તાઓ છે, પરંતુ જમ્મુ-કાશ્મીર કેમ નહીં, જ્યાં ઑગસ્ટ 2019થી બિનચૂંટાયેલા લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા શાસન ચલાવવામાં આવી રહ્યું છે? આનો જવાબ સ્પષ્ટ છે: અન્ય કોઈ પણ રાજ્યમાં મુસ્લિમ બહુમતી ધરાવતી વસતી નથી. અને હિન્દુત્વની જે વિચારધારાને વડાપ્રધાન અને ગૃહમંત્રી અનુસરે છે, તે મુસ્લિમોને પ્રજાસત્તાકના પૂર્ણ અધિકાર ધરાવતા નાગરિકો તરીકે જોવાને બદલે માત્ર આશ્રિતો અને યાચકો તરીકે જોવાનું વલણ ધરાવે છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો સતત થતો અયોગ્ય ઇનકાર એ જ નુકસાનકારક બહુમતીવાદને અનુરૂપ છે, જે ભારતીય પ્રજાસત્તાકની મૂળ ભાવનાને છિન્નભિન્ન કરી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.