Vadodara

વડોદરાની ધનિયાવી ચોકડીથી લીજેન્ડ હોટલ સુધી બિલ્ડરને ફાયદો કરાવવા અલાયદો રોડ

  • હાઈવેના સર્વિસ રોડને અડીને જ નવો રોડ બનાવવાનું શરુ કરાયું
  • હાલ આ માર્ગ ઉપર નવી સાઈટ ઉભી થઇ રહી છે

શહેરને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ધનિયાવી ચોકડી થી લીજેન્ડ હોટલ સુધી બિલ્ડરોને ફાયદો કરાવવા માટે અલાયદો રોડ બનાવવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવેના સર્વિસ રોડથી માત્ર 10 જ મીટર દૂર નવો રોડ બની રહ્યો છે. બિલ્ડરોને ફાયદો કરાવવા આવા ખોટા ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ બિલ્ડરને ફાયદો કરાવવા માટે અનેક વાર ખોટા ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ધનિયાવી ચોકડીથી લીજેન્ડ હોટલ નજીક બીજો સર્વિસ રોડ બનાવવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવેનો સર્વિસ રોડ હોવા છતાં તેનાથી 10 મીટર અંદર નવો માર્ગ બનાવાયો છે. અંદાજે આ અડધો કિમી જેટલો માર્ગ બનાવાયો છે. હાલ તો માત્ર કપચી પાથરીને આ માર્ગ બનાવાયો છે. પરંતુ સંભવતઃ આગામી દિવસોમાં પાકો માર્ગ બની જશે. આ રોડને અડીને બે નવી સાઈટો ઉભી થઇ રહી છે. જ્યાં આવવા જવા માટે સરળતા રહે તે હેતુથી આ માર્ગ બનાવાયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે પાલિકા નગરજનોના પૈસાનો વેડફાટ કોઈ બિલ્ડરને ફાયદો કરાવવામાં ન કરે તે ઇચ્છનીય છે.

Most Popular

To Top