Vadodara

વડોદરાના આ બ્રિજ અને રસ્તા થશે બંધ, વૈકલ્પિક વ્યવસ્થા જાણી લો

પંડ્યા બ્રિજ પર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી વાહનોની અવર જવર પર પ્રતિબંધ

ગોરવા મધુનગર બ્રિજ પરથી 12થી 19 એપ્રિલ સુધી બંધ કરાશે


મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના પગલે બંને બ્રિજ પર ગડરની કામગીરી કરાશે


મંબઇ અમદાવાદ હાઇસ્પીટ રેલ પ્રોજેક્ટની કામગીરીના પગલે વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે. જેના પગલે પંડ્યા ગોરવા તથા મધુનગર બ્રિજ પર ગર્ડરનું કામ કરવાનું છે. જેથી પંડ્યા બ્રિજ પર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તથા ગોરવા મધુનગરબ્રિજ 12થી 19 એપ્રિલ દરમિયાન વાહનોની અવરજ જવર બંધ કરાશે. પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરી છે.
વડોદરા શહેરમાં એલ એન્ડી ટી કંપની દ્વારા મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ સી-5ની પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે પંડ્યા બ્રિજ તથા ગોરવા-મધુનગર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગનું કામ કરવામાં આવનાર છે. આ કામગીરી પંડ્યા બ્રિજ પર 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તથા ગોરવા મધુનગર બ્રિજ પર 12થી 19 એપ્રિલ સુધી કરવામાં આવનારી છે. જેના પગલે પંડ્યા તથા ગોરવા મધુનગરબ્રિજ પરથી અવજ જવર કરતા વાહનોને અકસ્માત થવાની શક્યતા છે. જેથી આ બ્રિજ પરથી અવર જવર કરતા વાહનો ચાલકો સહિતના નગરજનોને મુશ્કેલી ના પડે તથા ટ્રાફિકનું સુયોગ્ય સુચારુ રીતે સંચાલન થાય માટે આ રૂટની વૈકલ્પિક વ્યવસ્થા કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં અક્ષરચોક સર્કલ મનિષ ચાર રસ્તા, ચકલી સર્કલ, જીઇબી સર્કલ ગેંડા સર્કલ અટલ બ્રિજ પંડ્યા બ્રિજ પર થઇ ફતેગંજ બ્રિજ તરફ અવર જવર કરતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ રૂટ પરથી જતા વાહનો ચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે. તેવી જ રીતે ચિશ્તીયાનગર ચાર રસ્તાથી ફુલવાડી ચાર રસ્તા ગોરવા મધુનગર બ્રિજ પર, ગોરવા, મધુનગર ચાર રસ્તા તરફ આવ જા કરતા વાહનોને મનાઇ ફરમાવાઇ છે. પરંતુ આ વાહનચાલકોને અવગડ ના પડે માટે અન્ય રૂટની વ્યવસ્થા કરાઇ છે.

પંડ્યા બ્રિજ પર અવર જવર કરતા વાહનચાલકો માટે કરાયેલા વૈકલ્પિક રૂટ
• અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનિષા ચાર રસ્તા, યોગા સર્કલ, ગાય સર્કલ, અકોટા બ્રિજ ચાર રસ્તા,અકોટા બ્રિજ ઉપર મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા, રેલ્વે હેડ કર્વાટર, જેલ રોડ,ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ,તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે
• અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલ ચકલી સર્કલ, જેતલપુર રોડ, વલ્લભચોક સર્કલ, જેતલપુર બ્રિજ ઉપર, સૂયા પેલેસ ચાર રસ્તા,ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાધોડાસર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે
• અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, વીરસાવરકર સર્કલ, ગેંડા સર્કલ, ગોરવા રોડ, અમરકાર ચાર રસ્તા, ગૌરવા પોલીસ સ્ટેશન રોડ, ગોરવા,બાપુની દરગાહ, મધુનગર ચાર રસ્તા, મધુનગર બ્રિજ ઉપર, ફુલવાડી ચાર રસ્તા, ચિશ્તીયાનગર ચાર રસ્તા, છાણી જકાતનાકા સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે
• અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ નીચે, મનીષા ચાર રસ્તા,યોગા સર્કલ, ચકલી સર્કલ,જી.ઇ.બી સર્કલ, અલકાપુરી રોડ, એકસપ્રેસ હોટલ ચાર રસ્તા,પ્રોડકટીવીટી નાકા, અલકાપુરી ગરનાળા, રેલ્વે સ્ટેશન, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે
• ગેંડા સર્કલથી અલકાપુરી અંદરના રસ્તે અરૂણોદય સર્કલ, પ્રોડટીવીટી નાકા,અલકાપુરી ગરનાળા,રેલ્વે સ્ટેશન રોડ, કાલાઘોડા સર્કલ,નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે

 ગોરવા મધુનગર બ્રિજ પરથી આવ જા કરતા વાહનચાલકો માટેના વૈકલ્પિક રૂટ

 ચિશ્તીયાનગર ચાર રસ્તાથી ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ પંડયા બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે, નરહરી સર્કલ કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ,જેલ રોડ, ભીમનાથ નાકા, રેલ્વે હેડ કર્વાટર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા, અકોટા બ્રિજ ઉપર, અકોટા બ્રિજ ચાર રસ્તા, ગાય સર્કલ, યોગા સર્કલ,ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, વીરસાવરકર સર્કલ, ગેંડા સર્કલ, ગોરવા રોડ, ગોરવા, અમરકાર ચાર રસ્તા,ગોરવા પોલીસ સ્ટેશન, ગોરવા બાપુની દરગાહ ચાર રસ્તા, મધુનગર ચાર રસ્તા થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે.
 ચિશ્તીયાનગર ચાર રસ્તાથી પંડયા બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે, નરહરી સર્કલ,કાલાઘોડા સર્કલ, રેલ્વે સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશન ગરનાળા, પ્રોડકટીવીટી નાકા, એકસપ્રેસ હોટલ ચાર રસ્તા, જી.ઇ.બી સર્કલ, વીરસાવરકર સર્કલ, ગેંડા સર્કલ, ગોરવા રોડ, ગોરવા, અમરકાર ચાર રસ્તા, ગોરવા પોલીસ સ્ટેશન, ગોરવા બાપુની દરગાહ ચાર રસ્તા, મધુનગર ચાર રસ્તા થઇ, ટુ વ્હીલર,થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે.
 ચિશ્તીયાનગર ચાર રસ્તાથી પંડયા બ્રિજ નીચે, ફતેગંજ બ્રિજ નીચે, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, રેલ્વે સ્ટેશન રોડ, સરદાર પ્રતિમા સર્કલ, (ડેરીડેન સર્કલ) સૂયા પેલેસ ચાર રસ્તા, જેતલપુર બ્રિજ ઉપર, વલ્લભચોક સર્કલ, જેતલપુર રોડ, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, વીર સાવરકર સર્કલ, ગેંડા સર્કલ, ગોરવા રોડ, ગોરવા, અમરકાર ચાર રસ્તા,ગોરવા પોલીસ સ્ટેશન, ગોરવા બાપુની દરગાહ ચાર રસ્તા, મધુનગર ચાર રસ્તા થઇ,ટુ વ્હીલર, થ્રી વ્હીલર,ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઈ શકાશે.
 ચિશ્તીયાનગર ચાર રસ્તાથી પંડયા બ્રિજ નીચે, પ્રિયલક્ષ્મી મીલનાળાથી પ્રવેશ કરી પંડયા બ્રિજ સર્વિસ રોડ, અટલ બ્રિજ થઇ, ટુ વ્હીલર,થ્રી વ્હીલર, ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે.

ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીની પગલે રાવપુરા જીપીઓથી ગંગા ક્લિનિક સુધીનો રસ્તો બંધ કરાશે
શહેરના રાવપુરા મુખ્ય રોડથી રાવપુરા જીપીઓ થઇ ગંગા ક્લીનક સુધી નવીન ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે આ કામગીરી વેળા ઉપયોગમાં લેવાનાર મશીન તથા અન્ય મશીનરીના કારણે આ રુટ પરથી અવર જવર કરતા વાહનોને અકસ્મતાન થવાના સંભાવના છે. જેના પગલે રાવપુરા જીપીઓ નાકાથી ગંગા ક્લીનિક તરફ વાહનોની અવર જવર પ્રતિબંધ ફરમાવ્યો છે. લોકોને હાલાકી ન પડે માટે આ રૂટની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે.
 રાવપુરા જીપીઓથી ગંગા ક્લીનિક તરફ જતા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
ટાવર ચાર રસ્તાથી રાવપુરા જી.પી.ઓ. નાકા થઇ,કોઠી ચાર રસ્તા,કુબેરભવન ત્રણ રસ્તા, પશ્ચિમ રેલ્વે પરેડ ગ્રાઉન્ડ, અંત્યોદય ભવન ત્રણ રસ્તા, જંબુબેટ રોડ થઇ જે તે તરફ જઇ શકશે તેમજ અંતયોદય ભવન ત્રણ રસ્તા થી ધ્વનિ હોસ્પિટલ ત્રણ રસ્તા, સર્વેશ્વર મહાદેવ મંદિર ત્રણ રસ્તા, ખારીવાવ રોડ, સિધ્ધી વિનાયક મંદિર, ઉષાકિરણ બિલ્ડીંગ થઇ જે તે તરફ જઇ શકશે.

Most Popular

To Top