Business

લગ્નમાં દારૂની બોટલ માથા પર મૂકીડાન્સ કરતો બૂટલેગરનો વીડિયો વાઇરલ

વડોદરા તા.25
શહેરના કિશનવાડી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં વિશાલ પટેલના નામના બુટલેગર દ્વારા વિદેશી દારૂની બોટલ માથા પર મૂકી જાણે તેને પોલીસનો કોઈ ખૌફ ના હોય તેમ બિન્દાસ્ત રીતે ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો છે. તેની સાથે તેમની મિત્રો પણ દારૂની ગ્લાસ સાથે ઝુમી રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવનાર બૂટલેગરના વાઇરલ થયેલા વિડીયોના કારણે વારસીયા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાત્રીના સમયે ધરપકડ કરી હતી.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે સૌથી વધુ દેશી અને વિદેશી દારૂ અહીંયા જ વેચાઈ અને પીવાય રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બૂટલેગરો જાણે કોઇ પોલીસને ખૌફ રહ્યો ન હોય તેમ બેફામ રીતે ખુલ્લેઆમ દારુનું વેચાણ કરી રહ્યો છે. બૂૂટલેગર પોલીસના નાક નીચે જાણે દારું ધંધો કરાઇ રહ્યો હોવા છતાં પોલીસને ગંધ સુદ્ધા કેમ આવતી નથી. જેના કારણે બહારની એજન્સી અવારનવાર રેડ પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડીને પોલીસનું નાક કાપી જતી રહેતી હોય છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંસ્કારીનગરી વડોદરાના કિશનવાડી વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં વિશાલ પટેલ નામનો બૂટલેગર પોતાના માથાના પર દારૂની બોટલ મુકીને ડીજે તાલે ઝૂમી રહ્યો છે. સાથે તેના મિત્રો પણ દારૂની ગ્લાસ સાથે ડાન્સ કરતા હતા. તેને રોકવાનો પ્રયાસ કરતા હોવા છતાં તે રોકાતો ન હતો. વિશાલ કહારે વિદેશી દારૂ ભરેલી બોટલ સાથે પોલીસનો ખૌફ રહ્યો ન હોય તેમ ખુલ્લેઆમ બિન્દાસ્ત ડીજેના તાલે ડાન્સ કરી કાયદો અને વ્યવસ્થાની ધજાગરા ઉડાવ્યા હતા. દારૂની બોટલ સાથેનો બૂટેલેગરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વારસીયા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને બૂટલેગર વિશાલ કહારની રાત્રી દરમિયાન ધરપકડ કરી લેવામાં આવી હતી. વારસીયા વિસ્તાર આમેય બુટલેગરો માટે કુખ્યાત છે. વડોદરાના તમામ મોટા બુટલેગરો આ વિસ્તારના છે. ત્યારે આ વિડીયો ફરતો થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top